Home /News /crime /

મોરબીઃબાળકની હત્યા કરી કોથળામાં પેક કરી ઝાળીમાં ફેકી દીધું

મોરબીઃબાળકની હત્યા કરી કોથળામાં પેક કરી ઝાળીમાં ફેકી દીધું

મોરબીઃ મોરબીના રામઘાટ નજીક તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને બાળકની હત્યા કરાયા બાદ તેને કોથળામાં પેક કરીને જાળીઓમાં ફેકી દેવાતા ચકચાર મચી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રામઘાટ નજીક નદીની પાળી પાસેની એક ઝાળીમાં કોથળામાં મૃતદેહ લટકતો એક મહિલાએ જોયો હતો જેને પોલીસને જાણ કરતા જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી અને એલસીબી ટીમ તેમજ એ ડીવીઝન પોલીસની ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘટના અંગે સઘન તપાસ ચલાવી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મોરબીઃ મોરબીના રામઘાટ નજીક તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને બાળકની હત્યા કરાયા બાદ તેને કોથળામાં પેક કરીને જાળીઓમાં ફેકી દેવાતા ચકચાર મચી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રામઘાટ નજીક નદીની પાળી પાસેની એક ઝાળીમાં કોથળામાં મૃતદેહ લટકતો એક મહિલાએ જોયો હતો જેને
પોલીસને જાણ કરતા જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી અને એલસીબી ટીમ તેમજ એ ડીવીઝન પોલીસની ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘટના અંગે સઘન તપાસ ચલાવી હતી.

બાળકને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરવામાં આવ્યા બાદ તેના મૃતદેહને મચ્છુ નદીની પાળી પરથી નીચે ફેકવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય રહ્યું છે જોકે કોથળામાં પેક આ બાળકની ડેડબોડી નદીમાં ના પડતા વચ્ચે આવેલી ઝાળીઓમાં લટકતી રહી ગઈ હતી
પોલીસે મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અને પી.એમ રીપોર્ટ આવ્યા બાદ જ ક્યાં હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરી તે જાણી
શકાશે.

તેમજ પ્રાથમિક દ્રષ્ટીએ હત્યાનો કેસ હોવાથી પોલીસે એફએસએલ ટીમ અને
ડોગ સ્કવોડની પણ મદદ લીધી હતી. ઉલ્લેખનીય છે કે ૩ દિવસ પૂર્વે  ૧૪ વર્ષના
વિદ્યાર્થીનું અપહરણ થયું છે. જેનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી ત્યારે એ
અપહૃત વિદ્યાર્થીની જ હત્યા કરીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો છે કે પછી
આ મૃતદેહ અન્ય કોઈ બાળકનો છે તેવા સવાલો વધુ ને વધુ ગુંચવાય રહ્યા છે.
હાલ પોલીસ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપતી નથી પરંતુ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, પોલીસ`, બાળક, મોત, હત્યા

આગામી સમાચાર