મોરબીમાં ખનીજ ચોરીના દુષણને ડામવા ખાણ ખનીજ વિભાગે પાડ્યા દરોડા

Parthesh Nair | News18
Updated: January 1, 2016, 11:47 PM IST
મોરબીમાં ખનીજ ચોરીના દુષણને ડામવા ખાણ ખનીજ વિભાગે પાડ્યા દરોડા
મોરબી# મોરબી પંથકમાં બેરોકટોક થતી ખનીજ ચોરી અને ઓવરલોડ દોડતા વાહનો સિરદર્દ સમાન બની રહ્યાં છે. આ દુષણને ડામવા માટે મોરબીના ખાણ ખનીજ વિભાગે કમર કસી છે. મોરબીની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવીને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે, જેને લઇને ખનીજ ચોરીના અનેક ટ્રકો થોડા દિવસો પૂર્વે ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે આજે ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ભરીને નીકળેલા 7 ટ્રકોને ઝડપી લઈને 1 કરોડથી પણ વધારેનો મુદામાલ જપ્ત કરીને ટ્રકના ચાલકો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • News18
  • Last Updated: January 1, 2016, 11:47 PM IST
  • Share this:
મોરબી# મોરબી પંથકમાં બેરોકટોક થતી ખનીજ ચોરી અને ઓવરલોડ દોડતા વાહનો સિરદર્દ સમાન બની રહ્યાં છે. આ દુષણને ડામવા માટે મોરબીના ખાણ ખનીજ વિભાગે કમર કસી છે. મોરબીની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવીને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે, જેને લઇને ખનીજ ચોરીના અનેક ટ્રકો થોડા દિવસો પૂર્વે ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે આજે ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ભરીને નીકળેલા 7 ટ્રકોને ઝડપી લઈને 1 કરોડથી પણ વધારેનો મુદામાલ જપ્ત કરીને ટ્રકના ચાલકો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

1

મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરી, પરવાના વિના ખનીજનું પરિવહન કરનારા અને ઓવરલોડ ખનીજ ભરીને નીકળતા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે વોચમાં હતા, ત્યારે મોરબી માળિયા રોડ પરથી પસાર થતી સાત ટ્રકોને રોકીને તેના કાગળો તપાસતા, દરેક ટ્રકમાં ત્રણથી પાંચ-છ ટન જેટલું ઓવરલોડ ખનીજ ભરેલું હતું અને નિયમોનો ભંગ કરીને પરમીટ કરતા વધારે ખનીજ ભરીને પરિવહન કરવામાં આવી રહ્યું હતુ. જે મામલે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે કડક કાર્યવાહી હાથ ધરીને તમામ 7 ટ્રકોના ચાલકોની અટકાયત કરીને સાતેય ટ્રકો અને ખનીજ મળીને કુલ 1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને મોરબી બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

3

મોરબી પંથકમાં પરવાના વિના ખનીજ પરિવહનના દુષણ સાથે ઓવરલોડ વાહનો પણ મોટી સમસ્યા છે, ત્યારે આ કામગીરીને લોકો આવકારી રહ્યાં છે, તેમજ ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. મોરબી ખાણ ખનીજ વિભાગ આ દુષણોને ડામવા માટે સતત વોચ ગોઠવીને તેમજ પેટ્રોલિંગ કરીને કાર્યવાહી કરી રહ્યું છે.
First published: January 1, 2016, 11:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading