Home /News /crime /

મોરબીઃજમીન વિવાદમાં દલિત આધેડની કાર નીચે કચડી કરપીણ હત્યા

મોરબીઃ મોરબી જિલ્લાના હળવદમાં જમીનના ડખામાં દલિત અાધેડની હત્યા કરાતા ચકચાર મચી છે. કાર પાછળ દોડાવીને દલિતની હત્યા કરી દેવાઇ હતી.હળવદના ઘનશ્યામપુર ગામના રહેવાસી કિશોર વાલજીભાઈ રાઠોડ નામના દલિત આધેડને અન્નપુર્ણા જૂથ મંડળીની ૨૦ એકરજમીન વાવવા માટે મળી હતી. જે જમીનમાં દલિત આધેડ કિશોર રાઠોડ, તેનો નાનો ભાઈ નટુભાઈ રાઠોડ અને તેની દીકરી હેતલ ખેતરમાં પાણા વીણતા હતા. ત્યારે આરોપી નાગજી લક્ષ્મણ રબારી અને એક અજાણ્યો શખ્શ બોલેરો કાર લઈને ખેતરમાં ઘસી આવ્યા હતા અને દલિત આધેડ કિશોર રાઠોડની પાછળ કાર દોડાવી હતી તેમજ તેને દોડાવી દોડાવીને તેના પર કાર ચડાવી દઈને તેની હત્યા નીપજાવી હતી. બનાવ સંદર્ભે હળવદ પોલીસ તેમજ જીલ્લાના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હત્યાની સઘન તપાસ ચલાવી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

આ ખેતીની અંદર આ જમીન પચાવી પાડવા માટે આ કામ ના આરોપી ઘનશ્યામભાઈ પટેલ અને તેના મળતીયા નાગજીભાઈ રબારીનાઓએ પોતાની બોલેરો કાર લઈ જઈ અને તે લોકો ખેતીકામ ની જમીનમાં પથ્થરો વીણતા હતા તેની ઉપર ગોળ ગોળાઈથી અને બોલેરો થી કિશોરભાઈ નું મોત નીપજાવેલ છે.આ કામની તપાસ એસ્ટ્રોસીટી એક્ટ તળે નોંધી અને મેં જાતે તપાસ સાંભળી લીધી છે આરોપીને તાત્કાલિક પકડવા માટેની કાર્યવાહી ચાલુમાં છે.

દલિત આધેડની હત્યા સંદર્ભે પોલીસે તપાસ ચલાવતા અનેક રહસ્યો ખુલ્યા હતા જેમાં મૃતકની હત્યા સમયે તેના ભાઈ પણ ખેતરમાં હાજર હતા જેને ભાઈની હત્યા પોતાની નજરે નિહાળી હતી. દલિત આધેડને આરોપી ધીરૂભાઈ પટેલ, નાગજી લક્ષ્મણ રબારી સાથે જમીન મામલે ડખ્ખો ચાલતો હતો જે મામલે થોડા દિવસો પૂર્વે પણ બોલાચાલી થવા પામી હતી અને મામલો ઉગ્ર બનતા બંને આરોપીઓએ દલિત આધેડના નાના ભાઈને પણ મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી પણ આપી હતી. જેમાં આરોપી નાગજી લક્ષ્મણ રબારી અને એક અજાણ્યા શખ્શે બોલેરો કાર લઈને ખેતરમાં ઘૂસીને તેના ભાઈ પર ચડાવી દીધી હતી તો ફિલ્મી સ્ટાઈલમાં દલિત આધેડને દોડાવી દોડાવીને તેના પર બે વખત કાર ચડાવીને તેની હત્યા નીપજાવી હતી.

ઘનશ્યામપુરમાં આવેલી ૨૦ એકર જમીનના ડખ્ખામાં દલિત આધેડ પર કાર ફેરવી દઈને તેની નિર્મમ હત્યા નિપજાવ્યા બાદ ત્રણેય આરોપી ફરાર થઈ ચુક્યા છે પરંતુ હત્યાના આ બનાવ સંદર્ભે ગામમાં તંગદીલી ના ફેલાય તે માટે હળવદ પોલીસના પીએસઆઈ સહિતનો કાફલો તૈનાત કરી દેવાયો હતો તો હત્યાના સંદર્ભે રોષે ભરાયેલા દલિત પરિવારે પહેલા મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો જોકે જીલ્લાના ડીવાયએસપી જેવા ઉચ્ચ અધિકારીઓએ આરોપીને પકડી પાડવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. હળવદ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદને આધારે હત્યાનો ગુન્હો નોંધીને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

First published:

Tags: ખેતર, ગુનો, જમીન, જમીન વિવાદ હત્યા, મોરબી દલિત હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन