મંગેતરની હત્યારી મોનિકાની રૂ.2.91લાખના ફુલેકા પ્રકરણમાં ધરપકડ

અમદાવાદઃ મુંબઈના ચકચારી મર્ડર કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલી મોડેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે.વર્ષ 2008માં ટીવી પ્રોડયુસર નિરજ ગ્રોવરના હત્યા કેસમાં સંડોવાયેલી મોનિકાએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની ખોલીને રૂપિયા 2.91 કરોડનું ફુલેકું ફેરવ્યું છે.વડોદરા ક્રાઈમ બ્રાંચના ચોપડે વોન્ટેડ મોનિકાની અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:

મોનિકા તેની સુંદરતાના જોરે મોડેલ બની ગઈ અને પછી શરૂ થઈ તેની એક સફર.બે નાવમાં સફર કરી રહેલી મોનિકા એક તબક્કે એવી ફસાઈ કે તેણે તેના પ્રેમી સાથે મળીને તેના મંગેતરની હત્યા કરી નાંખી હતી.મોનિકા અને તેના પ્રેમી વચ્ચે આડખીલી બનતા મુંબઈના જાણીતા ટીવી પ્રોડયુસર નિરજ ગ્રોવરની હત્યા કરવામાં આવી હતી.મોનિકાના પ્રેમીએ નિરજની હત્યા કરી તેના સેંકડો ટુકડા કરી નાંખ્યા અને પુરાવાનો નાશ કરવા મોનિકાની મદદ લીધી હતી.વર્ષ 2008નો આ મર્ડર કેસ ચોપ ચોપ તરીકે જાણીતો બન્યો હતો.

ત્રણ-ત્રણ વર્ષનો જેલવાસ ભોગવ્યા બાદ બહાર આવેલી મોનિકાએ તેના સાગરિતો સુરજ જયસ્વાલ, પારોમીતા ચક્રવર્તી અને હેનરી ફર્નાન્ડીઝ સાથે મળીને પારાપાન ગ્રુપ અને ફલાય મેરી ગોલ્ડ નામની મુંબઈમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની શરૂ કરી હતી.મોનિકા એન્ડ કંપનીએ વડોદરાના ટુર ઓપરેટર અસફાક પાસેલીયાને હજ-ઉમરાહની એર ટીકીટ સસ્તામાં આપવાની લાલચ આપી હતી.જે લાલચમાં આવીને અસફાકે 1200 જેટલી ટિકીટ મોનિકા એન્ડ કંપની પાસે બુક કરાવી હતી.1200 ટિકીટનું પેમેન્ટ આવી જતા મોનિકા એન્ડ કંપનીએ તમામ ટીકીટો કેન્સલ કરાવી રિફંડ મેળવી લઈ રૂપિયા 2.91 કરોડની છેતરપિંડી આચરી હતી.
મોડેલીંગથી કેરિયરની શરૂઆત કરનારી મોનિકા રૂપેરી પરદે કાઠું કાઢવામાં નિષ્ફળ રહી છે.પરંતુ ગુનાખોરીની દુનિયામાં ચોકકસ તે નામ મેળવી ચૂકી છે.મોનિકા એન્ડ કંપનીએ અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તે આવનારા દિવસોમાં જાહેર થાય તો નવાઈ નહી.
First published: