દર્દનાક ઘટના! ફરિયાદ કરતા આરોપીઓએ છેડતીની શિકાર બનેલી પીડિતાને જીવતી સળગાવી

ઘટના સ્થળે પહોંચેલી પોલીસની તસવીર

uttar pradesh crime news: આરોપીના માતા-પિતાએ રવિવારની સવારમાં વિનીતા ઉપર તેલ નાંખીને બાળી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ઠઠેવરા ગામની નિવાસી જાલિમ સિંહની પત્ની વિનીતાની ગામના નિવાસી કલ્લુ વિરુધ્ધ શારીરિક અડપલાંની ફરિયાદ નોંધાવી હતી.

  • Share this:
    મહોબાઃ  ઉત્તર પ્રદેશ (Uttar pradesh news) મહોબા જિલ્લામાં (mahoba news) શારીરિક અડપલાની (molestation) શિકાર બનેલી પીડિતાને આરોપીના ઘરવાળાએ જીવતા બાળી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ મામલો કુલપહાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઠઠેવરા ગામનો છે. પોલીસે પીડિતાની ગંભીર હાલત જોતા તાત્કાલિક ધોરણે જિલ્લા હોસ્પિટલે (Jilla hospital) ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલાની ફરિયાદ (police complaint) નોંધી તથા આરોપીની માતાની ધરપકડ (accused mother arrested) કરી લીધી છે.

    મળતી માહિતી મુજબ ઠઠેવરા ગામની નિવાસી જાલિમ સિંહની પત્ની વિનીતાની ગામના નિવાસી કલ્લુ વિરુધ્ધ શારીરિક અડપલાં કરાયાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયાના સમાચાર મળતા જ આરોપી ગામમાંથી નાશી છૂટ્યો હતો. તેના છોકરા વિરુદ્ધ ફરિયાદ નોધાયાના સમાચાર મળતા તેના માતા -પિતા આક્રોશમાં આવી ગયા હતા.

    આરોપીના માતા-પિતાએ રવિવારની સવારમાં વિનીતા ઉપર તેલ નાંખીને બાળી નાખવાનો પ્રયાસ કરાયો હતો. પીડિતાને જીવતા સળગાવવાના સમાચાર મળતા તરત જ એસડીએમ કુલપહાડ સુથન અબ્દુલા અને સિઓ કુલપહાડ અને બહાદુર સિંહ દ્વારા પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

    પીડિતાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક ધોરણે તેની ગંભીર હાલત જોઈને ચિકિત્સક દ્વારા જાંશી મેડિકલ કૉલેજમાં દાખલ કરવાની સલાહ આપી હતી. પીડિતાને જીવતા બાળવાની વાત સાંભળતા જિલ્લાના એસપી, એએસપી,અને સિઓ સદર સાથે હોસ્પિટલે પોહચી ગયા હતા અને પીડિતાનું બયાન લીધું હતું.

    નાશી ગયેલો આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.આ ઘટના પછી ગામમાં તનાવનો માહોલ જોવા મળ્યો હતો જેથી પોલીસ દ્વારા ત્યાં સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

    ઉલ્લેખનયી છે કે ગુજરાત હોય કે દેશનું બીજો કોઈ રાજ્ય મહિલાઓ અને યુવતીઓ સાથે છેડિતાના અનેક બનાવો બનતા રહે છે. દરરોજ કોઈ બહેન દીકરી નરાધમોનો શિકાર બનતી રહે છે. પરંતુ અહીં હદ તો ત્યારે થાય છે જ્યારે પીડિતા પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનનું પગથિયું ચડે છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

    આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

    પરંતુ આરોપીઓને આ વાત ખટકે છે અને શિડતીનો શિકાર બનેલી પીડિત યુવતીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.  અને પોલીસની કાર્યવાહી ઉપર પણ અનેક પ્રશ્નો સ્થાનિક લોકો કરી રહ્યા છે.
    Published by:ankit patel
    First published: