Home /News /crime /60 હજારમાં આગરામાં વેચાઇ સગીરા, રાજસ્થાનનાં સીકરથી મળી અને પછી...
60 હજારમાં આગરામાં વેચાઇ સગીરા, રાજસ્થાનનાં સીકરથી મળી અને પછી...
સગીરાએ તમામ હકીકત તેની માતાને જણાવતા બોડેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસ તાત્કાલિક નરાધમને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા. સચિન બોડેલીમાં જ આવ્યો હોવાની બાતમી મળતા તે આબાદ રીતે ઝડપાઈ ગયો છે. માસૂમ બાળકીઓને અસામાજીક તત્વો જે રીતે પટાવી ફોસલાવીને તેમનો મનસૂબો પાર પડે છે તે આ કિસ્સો માં-બાપ માટે લાલબત્તી સમાન છે.(પ્રતીકાત્મક તસવીર)
દિલ્હીથી ગૂમ થયેલી (Delhi Crime) 15 વર્ષની સગીરા પોલીસે રાજસ્થાનનાં (Delhi Minor Sold in Rajsthan) સીકરથી છોડવામાં આવી હતી. યુવતીને લગ્ન માટે 60,000 રૂપિયામાં વેચી દેવામાં આવી હતી.
દિલ્હીનાં હૈદરપુરની રહેવાસી એક સગીરા (Delhi Minor Sold in Rajsthan) 16 સ્પ્ટેમ્બર 2021નાં ગૂમ થઇ હતી. પોલીસની તપાસમાં માલૂમ લાગ્યું કે, યુવતીને આગરામાં વેચી રાજસ્થાન મોકલી દેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ (Crime News) કરી છે.
યુવતીનાં લાપતા થવાં પર આ સંબંધમાં દિલ્હીનાં PS શાલીમાર બાગમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઘણાં પ્રયાસ બાદ પણ મામલે કોઇ જ પુરાવો મળ્યો ન હતો. પછી પોલીસની ટીમે પીડિતાનાં પરિજનો અને મિત્રોની મુલાકાત હતી. તેનાં ઘરની આસપાસનાં ક્ષેત્રમાં સ્થાનીક તપાસ કરવામાં આવી. મહત્વપૂર્ણ ખુફીયા જાણકારી આપવામાં આવી.
પૂછપરછમાં માલૂમ થયુ કે, સગીરા ગામ હૈદરપુર નિવાસી નીરજ સોનકર નામનાં એક સ્થાનિક યુવકની સાથે સતત સંપર્કમાં હતી. આગળની તપાસમાં માલૂમ થયુ કે, નીરજ સોનકર અને મુસ્કાન નામનાં અન્ય આોપી, પીડિતાને તેની ત્રીજી સાથી શીતલનાં ઘરે આગરા લઇ ગયો હતો. તેણે શીતલની મદદથી યુવતીને રાજસ્થાનનાં સીકર નિવાસી ગોપાલ લાલને ત્યાં 60,000 રૂપિયામાં વેંચી દેધી હતી. નીરજને તેનાં હિસ્સાનાં 30,000 રૂપિયા પહેલાં જ મળી ગયા હતાં. જ્યારે બાકીનાં શીતલે રાખ્યાં હતાં. ગોપાલ લાલે કથિત રીતે યુવતીને રાજસ્થાનનાં સીકર નીવાસી તેનાં સાળા દાનવીર ઉર્ફે દાના સાથે લગ્ન કરવાં ખરીદી હતી.
પોલીસની ટીમે પહેલાં આગરા અને પછી રાજસ્થાનનાં સીકરની રેકી કરી હતી. પોલીસ ટીમની સાથે યુવતીનો ભાઇ પણ હતો. સગીરાને રાજસ્થાનનાં સીકર સ્થિત ગોપાલ લાલનાં ઘરેથી છોડાવી દેવામાં આવ્યો. ગોપાલ લાલ, નીરજ સોનકર અને પીડાતાને દિલ્હી લાવી પોલીસ સ્ટેશનનાં શાલીમાર બાગમાં સોંપી દેવામાં આવી હતી. ગોપાલ અને નરીજની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે યુવતીની સાથે લગ્ન કરનાર દાનવીર ઉર્ફે દાના ફરાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર