શીખના બે જૂથ વચ્ચે ધોળા દિવસે ખુલ્લી તલવારો સાથે મારામારી

મહેસાણાઃ મહેસાણાના મુખ્ય હાઈવે પર આવેલ દૂધ સાગર ડેરી સામે જ ગઇકાલે બપોરે બે જૂથ વચ્ચે ખુલ્લી તલવારો સાથે જૂથ અથડામણ થઇ હતી. જેમાં ચાર શખસોને ગંભીર ઈજાઓ પહોચવા પામી હતી.

મહેસાણાઃ મહેસાણાના મુખ્ય હાઈવે પર આવેલ દૂધ સાગર ડેરી સામે જ ગઇકાલે બપોરે બે જૂથ વચ્ચે ખુલ્લી તલવારો સાથે જૂથ અથડામણ થઇ હતી. જેમાં ચાર શખસોને ગંભીર ઈજાઓ પહોચવા પામી હતી.

  • Web18
  • Last Updated :
  • Share this:
મહેસાણાઃ મહેસાણાના મુખ્ય હાઈવે પર આવેલ દૂધ સાગર ડેરી સામે જ ગઇકાલે બપોરે બે જૂથ વચ્ચે ખુલ્લી તલવારો સાથે જૂથ અથડામણ થઇ હતી. જેમાં ચાર શખસોને ગંભીર ઈજાઓ પહોચવા પામી હતી.

જાણવા મળેલ માહિતી મુજબ મહેસાણાની દૂધ સાગર ડેરી સામે આવેલ સહયોગ  ડેરી પાર્લર આગળ કેટલાક પંજાબી શીખ સમાજના યુવકોના બે જૂથો વચ્ચે ધીંગાણુ સર્જાયું હતું. જે પાણી અને પૈસા ઉઘરાવવા મામલે થયું હોવાનું ચર્ચાતું સંભાળવા મળ્યું હતું. અને આ શીખ યુવકો જોત જોતામાં ખુલ્લી તલવારો અને ધોકા લઈને સહયોગ પાર્લર સુધી ધસી આવ્યા હતા.

અને સહયોગ પાર્લર પર પણ તોડફોડ કરી હતી. તો આ ઘટનામાં ઈજાગ્રસ્ત ચાર જેટલા યુવકોને મહેસાણા સિવિલમાં સારવાર અપાઈ હતી. તો સહયોગ ડેરી પાર્લર સંચાલક દ્વારા બી ડીવીઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરાઈ હતી.
First published: