Home /News /crime /ક્રૂરતા! ગળામાં દોરડું બાંધી ફિલ્મી સ્ટાઈલમાં યુવકને ઢસડ્યો, 15 કિ.મી. સુધી લોહીની રેખા ખેંચી

ક્રૂરતા! ગળામાં દોરડું બાંધી ફિલ્મી સ્ટાઈલમાં યુવકને ઢસડ્યો, 15 કિ.મી. સુધી લોહીની રેખા ખેંચી

ડાભો પગ અને જમણો હાથ લગભગ ગાયબ થઈ ગયો હતો (પ્રતિકાત્મક તસવીર)

15 કિમી સુધી બાઈક સાથે ઘસેડ્યો, જેના કારણે તેના શરીરનો અડધો ભાગ ઘસાઈને વેર વિખેર થઈ ગયો

ઉત્તર પ્રદેશના મેરઠમાં રૂવાંટા ઉભા કરી દે તેવો એક મામલો સામે આવ્યો છે. અહીં અજાણ્યા બદમાશોએ એક યુવકને ફિલ્મી સ્ટાઈલે બાઈક સાથે બાંધી કેટલાએ કિલોમીટર સુધી રોડ પર નિર્દયતાથી ઘસેડી મોતને ઘાટ ઉતાર્યો. જેના કારણે 15 કિમી સુધી રોડ પર લોહીની રેખા ખેંચાઈ ગઈ. સૂચના બાદ ઘટના સ્થળ પર પહોંચેલી સ્થાનીક પોલીસે લાસને કબ્જે લઈ PM માટે મોકલી દીધી છે. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. જોકે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલામાં કોઈની ધરપકડ નથી થઈ.

મૃતકનું નામ મુકુલ કુમાર

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકનું નામ મુકુલ કુમાર છે. તેની ઉંમર 21 વર્ષ હતી. તે હાપુડનો રહેવાસી છે. મુકુલના ગળામાં દોરડું બાંધી બદમાશોએ તેને 15 કિમી સુધી બાઈક સાથે ઘસેડ્યો, જેના કારણે તેના શરૂરનો અડધો ભાગ ઘસાઈને વેર વિખેર થઈ ગયો. બતાવવામાં આવી રહ્યું છે કે, મૃતકનો ડાભો પગ અને જમણો હાથ ઘસેડવાના કારણે લગભગ ગાયબ થઈ ગયો છે.

મૃતકના શરીરમાંથી ગોળીનું એક નિશાન પણ મળ્યું છે

પોલીસે જણાવ્યું કે, મૃકના શરૂરમાં એક ગોળીનું નિશાન મળ્યું છે. પોલીસનું માનીએ તો મુકુલને બાઈક સાથે ઘસેડ્યા પહેલા ગોળી મારી તેની હત્યા કરવામાં આવી હતી. ગ્રામિણ એસપી અવિનાશ પાંડેએ જણાવ્યું કે, મુકુલના ચહેરા અને માથામાં કેટલાએ ઘા જોવા મળ્યા. તેનો ડાભો પગ અને જમણો હાથ લગભગ ગાયબ થઈ ગયો હતો. અમે લોહીથી બનેલી રેખાનો 15 કિમી હાપુડ જીલ્લાના મંડી વિસ્તાર સુધી સુધી પીછો કર્યો, જ્યાં મુકુલ પોતાના પરિવાર સાથે રહેતો હતો.

બોડીને લાંબા અંતર સુધી ઘસેડવામાં આવી

પોલીસનું કહેવું છે કે, લોહીની રેખાને જોતા લાગે છે કે, યુવકને લાંબા અંતર સુધી ઘસેડ્યો હતો. ત્યારબાદ મેરઠના ખરખોડા વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો. લાસ પાસેથી એક બાઈક પણ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, લોકોએ લાસ જોઈ પોલીસને જાણ કરી. મૃતકના પરિવારે જણાવ્યું કે મુકુલ ખુબ શર્મીલો હતો. તેને કોઈની સાથે દુશ્મની ન હતી.
First published:

Tags: Meerut

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો