વડોદરાઃ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાનાં બહાને વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી આંતર રાજ્ય કોભાંડ આચરનાર ટોળકીનો ગોત્રી પોલીસે પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી તેમનાં 12 દિવસનાં રીમાંન્ડ મેળવી વઘુ તપાસ હાથ ધરી છે.
વડોદરાનાં પ્રોડકટીવીટી રોડ પર આવેલ એમરેલ્ડ કોંમ્પલેક્ષનાં ત્રીજા માળે 301 અને 302 નંબરમાં ઓફિસ ખોલી મેડિકલમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓનાં ડેટા મેળવી તેમનો સંપર્ક કરી તેમની પાસેથી એડમિશન અપાવવાનાં બ્હાને લાખો રૂપિયા ખંખેરી લેતા હતા.
સુરત નાં 12 સાયન્સ નાં વિદ્યાર્થી અશોક ગજ્જર પોતે છેતરાતા ગોત્રી પોલીસ સ્ટેશને ફરીયાદ આપતા આ ઠગ ટોળકીનો પર્દાફાશ થયો હતો. ગોત્રી પોલીસે મઘ્યપ્રદેશનાં રજનીશ તિવારી અને બ્રિજેશ તિવારીની યુપીનાં ગાજિયાબાદથી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Vadodara, અભ્યાસ, કૌભાંડ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, દેશ વિદેશ, મેડિકલ