Home /News /crime /પરણીત યુવતીનું અપહરણ ગુજરાયો બળાત્કાર, ઉતારી ક્લિપીંગ

પરણીત યુવતીનું અપહરણ ગુજરાયો બળાત્કાર, ઉતારી ક્લિપીંગ

કચ્છઃ કચ્છના આદિપુરમાં એક પરણીત યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવા સાથે બળાત્કારની મોબાઈલ ક્લિપીંગ ઉતારાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

કચ્છઃ કચ્છના આદિપુરમાં એક પરણીત યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવા સાથે બળાત્કારની મોબાઈલ ક્લિપીંગ ઉતારાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

    કચ્છઃ કચ્છના આદિપુરમાં એક પરણીત યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવા સાથે બળાત્કારની મોબાઈલ ક્લિપીંગ ઉતારાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં મુંદરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સહિતના રાજકીય ઓથ ધરાવતા આરોપીઓ સામે ગુન્હો નોંધાયો છે.

    પોલીસના કહેવા અનુસાર મુળ માંડવીની અને આદિપુરમાં લગ્ન કરનાર એક યુવતી આ કિસ્સામાં ભોગ બની છે. અબડાસાના વતની એવો એક દલિત પરિવાર રોજગારી માટે આદીપુરમાં વસ્યો છે. આ પરિવારની પુત્રવધુનું બે દિવસ પહેલા અપહરણ કરાયું હતું અને આદિપુર નજીક આવેલા શિણાય ગામની સીમમાં તેના પર બળાત્કાર ગુજારાયો હતો. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે મુંદરા તાલુકના ઝરપરા ગામના શિવમ પાલુ થારૂનું નામ ફરિયાદમાં લખાવાયું છે. આ ઉપરાંત આરોપીને મદદ કરનાર અન્ય એક આરોપી ખીમા પુંજા સુંઢા નામના આરોપીએ ઝાડીઓમાં જયારે આ મહિલા પર બળાત્કાર થઈ રહ્યો હતો ત્યારે પોતાના મોબાઈમાં ક્લિપીંગ પણ ઉતારી હતી. આ કેસમાં મુંદરા તાલુકના કોંગ્રેસના પ્રમુખ કિશોર ગાંગજી પિંગલએ તેનું અપહરણ કરીને પોતાની ઓફિસમાં ગોંધી રાખી હતી. આ સાથે નયનાબેન અને ગોપાલ થારૂ નામના શખ્સે આ દુષ્કર્મમાં આરોપીની મદદ કરી હતી. પોલીસે તમામ આરોપી સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    First published:

    Tags: અપહરણ, આરોપી`, કચ્છ, ક્રાઇમ, ગામ, ગુનો, પોલીસ`, બળાત્કાર, યુવતી

    विज्ञापन