Home /News /crime /

"હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો", દહેજ માટે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

"હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો", દહેજ માટે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

હરિયાણા પરિણીતાએ દહેજના ત્રાસથી કરી આત્મહત્યા

dowry harassment: 29 જુલાઈના રોજ નીતુએ તેના પિતાને અડધી રાત્રે 12 વાગ્યે ફોન કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને તે ખૂબ જ ડરી ગઈ છે. જોકે, તેના પિતા નીતુ પાસે આવે તે પહેલા નીતુએ ઝેર પી લીધું હતું.

  હરિયાણાઃ દહેજનું દૂષણ (dowry) અત્યારે આધુનિક યુગમાં પણ અસ્તિત્વ ધરાવે છે. કહેવાતા ભદ્ર સમાજમાં પણ સાસરિયાઓ પરિણીતાઓ ઉપર દહેજને લઈને હેરાનગતિ (domestic violence for dowry) કરતા હોય છે. જેના કારણે દરરોજ અનેક પરિણીતાઓ આત્મહત્યા (woman commited suicide due to dowry) જેવું ભગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવે છે. આવી જ એક ઘટના હરિયાણાના ભિવાની જિલ્લામાં ઘટની હતી. અહીં એક પરિણીતાને દહેજ માટે સાસરિયાઓ અસહ્ય ત્રાસ આપતા હતા જેના કારણે 24 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા તેણે સૂસાઈડ નોટ (suicide note) લખી હતી. જેમાં પતિના અસહ્ય ત્રાસ આપવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે હરિયાણાના ભિવાની જિલ્લામાં રહેતા વિજયકુમારની પુત્રી 24 વર્ષીય નીતુના લગ્ન કમલ સાથે 14 નવેમ્બર 2019ના રોજ થયા હતા. લગ્ન બાદ થોડો સમય ગયો પછી કમલે પોતાનું પોત પ્રકાશ્યું હતું. એક સમયે ખુબ જ લાડથી રાખનાર પતિ હેવાન બન્યો હતો. અને પોતાની પત્નીને ત્રાસ આપવાનું શરું કર્યું હતું.

  એટલું જ નહીં કમલની સાથે તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો પણ નીતુને વધારાના દહેજ માટે ત્રાસ આપવા લાગ્યા હતા. જોકે, આ અંગે નીતુએ પોતાની દુર્દશા અંગે નજીકના લોકોને જાણ કરી હતી. ત્યારબાદ 24 માર્ચ 2021ના રોજ નીતુના માતા અને ભાઈ તેના ઘરે ગયા હતા.

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની પર સર્વન્ટે આચર્યું દુષ્કર્મ

  આ પણ વાંચોઃ-દુષ્કર્મના આરોપીને પકડવા માટે મહિલા PSIનો ગજબનો આઈડિયા, પહેલા બનાવ્યો મિત્ર પછી રેસ્ટોરન્ટમાં બોલાવ્યો

  નીતુની માતા કમલે તેના માતા -પિતાને તેમની દીકરીને પરેશાન ન કરવા માટે જણાવ્યું હતું. જોકે આ વાત ઉપર કમલે ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું. નીતુના માતા અને ભાઈને અપમાનીત કરીને ઘરમાંથી તગેડી કાઢ્યા હતા. 29 જુલાઈના રોજ નીતુએ તેના પિતાને અડધી રાત્રે 12 વાગ્યે ફોન કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને તે ખૂબ જ ડરી ગઈ છે.

  આ પણ વાંચોઃ-રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

  આ પણ વાંચોઃ-ચોરીની વિચિત્ર ઘટના! અમદાવાદઃ બાકોરું પાડી તસ્કરો દુકાનમાં ઘુસ્યા, લાઈટ બંધ હતી તો કાગળો સળગાવી કરી ચોરી

  જોકે, તેના પિતા નીતુ પાસે આવે તે પહેલા નીતુએ ઝેર પી લીધું હતું. અને મરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. તેમાં તેણે સાસરિયાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એ અંગે દર્દભરી કહાની વ્યક્ત કરી હતી.

  તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેના પતિએ લોકડાઉનને કારણે તેની નોકરી ગુમાવી છે. ઉલ્લેખનીય છે કે સુસાઈડ નોટમાં તેના પતિને પણ લખ્યું હતું કે, "હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો". નીતુના પિતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દીકરીનો મૃતદેહ જોઈને નીતુ અને તેના માતા -પિતા રડી પડ્યા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: આત્મહત્યા, ગુનો, હરિયાણા

  આગામી સમાચાર