વ્યક્તિએ ત્રણ પાડોશીને છરી હુલાવી દીધી, લોકો મોબાઇલમાં શૂટિંગ કરતા રહ્યાં

News18 Gujarati
Updated: January 17, 2019, 12:42 PM IST
વ્યક્તિએ ત્રણ પાડોશીને છરી હુલાવી દીધી, લોકો મોબાઇલમાં શૂટિંગ કરતા રહ્યાં
તસવીરઃ હુમલાખોર આઝાદ તેમજ વાયરલ થયેલા વીડિયોનો સ્ક્રિનશોટ

હુમલા બાદ વીરુ અને તેના પુત્ર આકાશને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડામાં આવ્યા છે, બંનેની હાલત ખૂબ ગંભીર છે.

  • Share this:
નવી દિલ્હીઃ બુધવારે પશ્ચિમ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં છરી હુલાવવાનો એક બનાવ સામે આવ્યો છે. મોહમ્મદ આઝાદ નામના આધેડે તેના પાડોશમાં રહેતા ત્રણ લોકો પર છરીથી હુમલો કર્યો હતો. આ સમયે અનેક લોકો હાજર હતા પરંતુ કોઇએ આઝાદને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. અમુક લોકો તો આ દ્રશ્ય પોતાના મોબાઇલમાં કંડારી રહ્યા હતા. આઝાદના હુમલા બાદ તેના પાડોશમાં રહેતા વ્યક્તિના આંતરડા બહાર આવી ગયા હતા.

આ અંગે સામે આવેલા ખૂબ જ ધ્રુણાસ્પદ મોબાઇલ વીડિયોમાં આઝાદ તેના પાડોશમાં રહેતા 41 વર્ષીય વીરૂ પર ઉપરા ઉપરી છરીના પ્રહાર કરી રહ્યો છે. આઝાદે વીરુ ઉપરાંત તેની 35 વર્ષીય પત્ની સુનિતા અને તેના 18 વર્ષીય પુત્ર આકાશ પર પણ છરીથી હુમલો કર્યો હતો.

હુમલા બાદ વીરુ અને તેના પુત્ર આકાશને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડામાં આવ્યા છે, બંનેની હાલત ખૂબ ગંભીર છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ આખી વાતની શરૂઆત ચાર દિવસ પહેલા વીરુની પત્ની અને આઝાદ વચ્ચે થયેલી નાના બોલાચાલીથી થઈ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે સુનિતાની દીકરીની બોટલ બાલ્કનીમાંથી નીચે પડી ગઈ હતી. આ બોટલ રસ્તા પર ઉભેલા આઝાદના માથા પર વાગી હતી. બોટલ વાગતા જ આઝાદે પિત્તો ગુમાવ્યો હતો અને વીરૂની પત્ની સાથે તેની બોલાચાલી થઈ હતી.

ઘટનાસ્થળની તસવીર
બુધવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ બંને વચ્ચે ફરી કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ વખતે સુનિતાના પતિએ દરમિયાનગીરી કરી હતી. સુનિતાનો પતિ ઘરની બહાર આવ્યો ત્યારે આઝાદે તેના પર છરીથી હુમલો કરી દીધો હતો.

આઝાદે સૌપ્રથમ ઘર બહાર ઉભા રહેલા વીરુના દીકરા આકાશને છરી મારી હતી. સુનિતા અને વીરુએ તેના દીકરાને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આઝાદે બંને પર પણ છરીથી હુમલો કરી દીધો હતો.

પીડિત પરિવાર વધારે હુમલાની આશંકાએ ઘર છોડીને ભાગી ગયો છે. આ અંગે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પાડોશમાં રહેતા લોકો ફક્ત બૂમો પાડી રહ્યા છે, પરંતુ કોઈએ આઝાદને આવું કૃત્ય કરતા અટકાવ્યો ન હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે હુમલા બાદ આઝાદ હથિયાર સાથે પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને ગુનાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
First published: January 17, 2019, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading