ગર્લફેન્ડને મળવા પહોંચેલા યુવકને યુવતીના ભાઈઓએ પતાવી દીધો

News18 Gujarati
Updated: January 30, 2019, 12:36 PM IST
ગર્લફેન્ડને મળવા પહોંચેલા યુવકને યુવતીના ભાઈઓએ પતાવી દીધો
પ્રતિકાત્મક તસવીર

અલી મંગળવારે સવારે એવું માનીને યુવતીના ઘરે પહોંચ્યો હતો કે ઘરના બધા સભ્યો બહાર ગયા છે.

  • Share this:
મુંબઈ : મંગળવારે સવારે મુંબઈના મલાડ વિસ્તારમાં એક 25 વર્ષીય યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. યુવકની તેની ગર્લફ્રેન્ડના બે ભાઈઓએ મારી મારીને હત્યા કરી નાખી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સૈફ અલી શરાફત અલીને તેની પાડોશમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને લગ્ન કરવાના હતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અલી અને યુવતીના સંબંધનો યુવતીના બંને ભાઈઓ વિરોધ કરી રહ્યા હતા. આ માટે જ યુવતીના બંને ભાઈઓ વસીમ બદરુદ્દીન ખાન (ઉં.વ.19) અને અજમલે (ઉં.વ.23) યુવકની હત્યા કરી નાખી હતી.

અલી મંગળવારે સવારે એવું માનીને યુવતીના ઘરે પહોંચ્યો હતો કે ઘરના બધા સભ્યો બહાર ગયા છે. ઘરે બંને વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક વસિમ અને અજમલ આવી ગયા હતા.

આ પણ વાંચો : દાહોદઃ ખોડખાંપણ સાથે જન્મેલી સવા માસની પૌત્રીની સગા દાદાએ કરી હત્યા

અલીને પોતાની બહેન સાથે જોઈને બંને ઉશ્કેરાયા હતા અને બંનેમાંથી એક ભાઈએ અલીને છરી મારી દીધી હતી.હુમલા બાદ અલીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. બનાવ બાદ વસિમ અને અજમલ ફરાર થઈ ગયા હતા, પરંતુ સાંજ સુધીમાં પોલીસે બંનેને પકડી લીધા હતા.

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે.
First published: January 30, 2019, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading