દીકરીની છેડતીનો વિરોધ કરવા બદલ પિતાની હત્યા, ભાઈની હાલત ગંભીર

News18 Gujarati
Updated: May 14, 2019, 9:38 AM IST
દીકરીની છેડતીનો વિરોધ કરવા બદલ પિતાની હત્યા, ભાઈની હાલત ગંભીર
મૃતકના ઘરે એકઠા થયેલા પરિવારના લોકો.

રવિવારે વહેલી સવારે બનેલા આ બનાવમાં આધેડનો 19 વર્ષનો દીકરો પણ ઘાયલ થયો છે.

  • Share this:
નવી દિલ્હી : પશ્ચિમ દિલ્હીના મોતી નગર વિસ્તારમાં એક 52 વર્ષીય બિઝનેસમેનની અમુક છોકરાઓએ હત્યા કરી નાખી છે. આધેડે પોતાની દીકરીની છેડતીનો વિરોધ કર્યો હતો. આ વાતને લઈને છોકરાઓએ તેમની હત્યા કરી નાખી હતી. રવિવારે વહેલી સવારે બનેલા આ બનાવમાં આધેડનો 19 વર્ષનો દીકરો પણ ઘાયલ થયો છે.

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (પશ્ચિમ) મોનિકા ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 20 વર્ષના યુવક અને તેના 45 વર્ષના પિતાની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરવામાં આવેલા 45 વર્ષીય પિતાના અન્ય બે સગીર બાળકો પણ આ હત્યાકાંડ સાથે સંકળાયેલા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બિઝનેસમેન હોસ્પિટલ ખાતેથી ટુવ્હિલર પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે છોકરાઓએ તેની 27 વર્ષની દીકરી પર ગંદી કોમોન્ટ કરી હતી અને અશ્લીલ ઇશારા કર્યા હતા.

દીકરીએ માથું દુઃખવાની ફરિયાદ કર્યા બાદ બિઝનેસમેન તેને હોસ્પિટલ લઈ ગયો હતો. દીકરીની છેડતી બાદ પિતાએ ગંદી હરકતો અંગે છોકરાઓના પિતા સમક્ષ ફરિયાદ કરી હતી. આ દરમિયાન યુવકો અને છોકરીના પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા યુવકોએ છોકરીના પિતા સાથે મારપીટ કરી હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે છોકરીના પિતા પર હુમલો કરીને તેને છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પિતાને બચાવી રહેલા યુવતીના ભાઈને પણ ઈજા પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ઈજાને કારણે બિઝનેસમેનનું સોમવારે મોત થયું છે, જ્યારે તેના દીકરાની હાલત ગંભીર છે.

પીડિત પરિવારના જણાવ્યા પ્રમાણે આરોપી પરિવારનો એક દીકરો તાજેતરમાં જ જેલમાંથી છૂટીને આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પોસ્ટ મોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે.
First published: May 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...