Home /News /crime /

Shocking ખુલાસો : 22 લાખના વીમા માટે ભેજાબાજ પતિએ ગર્ભવતી પત્નીને પહાડ પરથી માર્યો ધક્કો

Shocking ખુલાસો : 22 લાખના વીમા માટે ભેજાબાજ પતિએ ગર્ભવતી પત્નીને પહાડ પરથી માર્યો ધક્કો

પતિએ વીમાના પૈસા માટે પત્નીને પહાડ પરથી નીચે ફેંકી દીધી

પોલીસે 2018માં તુર્કી (Turkey)માં સર્જાયેલા અકસ્માતના રહસ્યનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં એક ગર્ભવતી મહિલા પહાડ પરથી પડી ગઈ હતી (Pregnant Woman Falls From Cliff). તેની છેલ્લી સેલ્ફી (Last Selfie)એ હત્યારાનો પર્દાફાશ કર્યો.

  પત્ની માટે દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય વ્યક્તિ પતિ (life partner) છે. એક સ્ત્રી તેના પતિના આધારે આખી દુનિયા સાથે લડે છે. પણ પૈસાના લોભમાં પતિ જ ખૂની (shocking crime) બની જાય તો? 2018 માં, આવા જ એક ક્રૂર પતિ (killer husband)એ તેની પત્નીને પહાડી પરથી ધક્કો માર્યો (Husband Pushed Wife From Cliff) અને તેનો જીવ લઈ લીધો. સૌથી દુઃખદ વાત એ હતી કે તેની પત્ની સાત મહિનાની ગર્ભવતી હતી. સેલ્ફી લીધા બાદ આ વ્યક્તિએ તેની ગર્ભવતી પત્નીને પહાડી પરથી ધક્કો મારી દીધો હતો. તેની વાસ્તવિકતા સામે આવ્યા બાદ હવે કોર્ટે વ્યક્તિને જેલમાં મોકલી દીધો છે.

  ઘટના 2018ની છે, જ્યારે એક ગર્ભવતી મહિલા પહાડી પરથી નીચે પડી હતી. તે તેના પતિ સાથે ત્યાં ફરવા આવી હતી. પરંતુ તેણીને ખ્યાલ ન હતો કે પતિ તેણીને ફેરવવા માટે નહીં પરંતુ તેણીને મૃત્યુ તરફ ધકેલી દેવા માટે લાવ્યો છે. આ વ્યક્તિની ઓળખ 40 વર્ષીય હકન એસેલ તરીકે થઈ હતી.

  હકનની 32 વર્ષીય પત્ની સેમરા એસેલ, ટેકરી પરથી પડીને મૃત્યુ પામી હતી. ઘટના સમયે તેના પેટમાં 7 મહિનાનું બાળક હતું. અકસ્માતમાં બંનેના મોત થયા હતા. પતિએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેની પત્ની ટેકરીની બાજુમાં સેલ્ફી લઈ રહી હતી. અને તેનો પગ લપસી ગયો અને તેનું મોત થયું. પરંતુ પોલીસના હાથે બંનેની છેલ્લી સેલ્ફી લાગી જેનાથી હત્યાનું રહસ્ય ખુલ્યું.

  આ પણ વાંચો :Crime News: ફોસલાવીને વેપારીને હોટલ રૂમમાં લઈ ગઈ બે મહિલાઓ, દારૂ પીવડાવી ચલાવી લૂંટ

  પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા
  પોલીસને તેના વીડિયો પરથી હકન પર શંકા ગઈ હતી. હકન તેમાં વિચિત્ર વર્તન કરતો હતો. તે દરેક તસવીર કે વીડિયોમાં પોતાની ધાર પર રાખવાનો પ્રયાસ કરતો હતો. આ જોઈને પોલીસને શંકા ગઈ. આ શંકા ત્યારે વિશ્વાસમાં ફેરવાઈ જ્યારે હકને તેની પત્નીના નામનો 22 લાખનો જીવન વીમો તેના મૃત્યુ પછી તરત જ રોકડ કરાવ્યો. આ જ પૈસા માટે આ વ્યક્તિએ તેની પત્નીને દક્ષિણ તુર્કીની બટરફ્લાય વેલીમાંથી ધક્કો માર્યો હતો. મૃત્યુની થોડીક સેકન્ડ પહેલા વ્યક્તિએ પતિ સાથે સેલ્ફી લીધી હતી.

  આ પણ વાંચો :સુરત crime : પ્રેમસંબંધની શંકા રાખીને પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, આખી રાત સાથે સુઈ ગયો

  સગર્ભા પત્નીની હત્યાના ચોંકાવનારા કેસમાં પતિને હવે સજા
  કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે આ એક આયોજનબદ્ધ હત્યા છે. પુરુષે તેની પત્નીને ત્રણ કલાક સુધી ટેકરી પર બેસાડી રાખી હતી. તે આ શોધમાં હતો કે ક્યારે બધા ત્યાંથી નીકળી જશે અને તે પોતાની યોજનાઓ પાર પાડી શકશે. ખીણ ખાલી થતાં જ તેણે તેની પત્નીને ધક્કો માર્યો. સુનાવણી બાદ હકન હવે 30 વર્ષ માટે જેલમાં બંધ છે. આ નિર્ણયથી મહિલાના પરિવારજનોને ન્યાય મળતાં સંતોષ છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Crime news, OMG News, Shocking news, Turkey

  આગામી સમાચાર