પત્નીએ બીજેપીને વૉટ આપતા પતિએ પાવડો મારીને પતાવી દીધી

News18 Gujarati
Updated: May 21, 2019, 10:51 AM IST
પત્નીએ બીજેપીને વૉટ આપતા પતિએ પાવડો મારીને પતાવી દીધી
પ્રતિકાત્મક તસવીર

પતિ બસપાને વૉટ આપવાનું કહી રહ્યો હતો પરંતુ પત્ની નીલમે બીજેપીને વૉટ આપ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગાઝીપુરમાં બસપા અને બીજેપીને વોટ આપવાને લઇને થયેલા વિવાદમાં એક વ્યક્તિએ તેની પત્નીની પાવડાનો ફટકો મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બીજેપીને વૉટ આપતા નારાજ થયેલા તરવનિયા ગામના યુવક રામબચને સોમવારે સવારે પાવડાનો ફટકો મારીને પત્ની નીલમ (25)ની હત્યા કરી નાખી હતી. જોકે, યુવતીના પિયરિયાવાળાઓએ તેની સામે દહેજ હત્યાનો કેસ નોંધાવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે બંને વચ્ચે વૉટ આપવાને લઈને ઝઘડો થયો હતો. પતિ બસપાને વૉટ આપવાનું કહી રહ્યો હતો પરંતુ પત્ની નીલમે બીજેપીને વૉટ આપ્યો હતો. આ વાતને લઈને સોમવારે ફરી વિવાદ થયો હતો. જે બાદમાં રામબચને પાવડો મારીને પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તે પાવડા સાથે લાશની બાજુમાં જ ઉભો રહ્યો હતો. ભીડ એકઠી થતાં તે ત્યાંથી નીકળી ગયો હતો.

ધોરણ-10નું પરિણામ અહીં જાણો : હત્યાના સમાચાર મળતા જ છોકરીના પરિવારજનો પહોંચી ગયા હતા. પરિવારના લોકોએ દહેજ માટે હત્યા કરી હોવાનો આરોપ લગાવીને રસ્તો બ્લોક કરી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની સમજાવટ બાદ આખો મામલો શાંત પડ્યો હતો. જે બાદમાં પતિ, સાસુ અને સસરા સામે દહેજ માટે હત્યા કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે મોડી સાંજે આરોપી પતિની ધરપકડ કરી હતી.

ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સિંગારપુરના ગહિરા બસ્તી નિવાસી ઇશૂ રામની દીકરી નીલમના લગ્ન 19મી જૂન, 2014ના રોજ રામબચન સાથે થયા હતા. લગ્ન જીવનથી બંનેને એક દીકરી નેન્સી (3) અને એક પુત્ર (1.5) હતો. રવિવારે રાત સુધી બંને વચ્ચે વૉટ આપવાને લઈને વિવાદ ચાલતો રહ્યો હતો. સવારે સાત વાગ્યે વિવાદ એટલો આગળ વધી ગયો હતો કે રામબચને નીલમની હત્યા કરી નાખી હતી.
First published: May 21, 2019, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading