શંકા કરતી પત્નીને મારી નાખી, બાદમાં 3 બાળકોની હત્યા કરી ફાંસો ખાઈ લીધો

News18 Gujarati
Updated: July 5, 2019, 11:49 AM IST
શંકા કરતી પત્નીને મારી નાખી, બાદમાં 3 બાળકોની હત્યા કરી ફાંસો ખાઈ લીધો
પાંચ સભ્યોના મોતથી પરિવાર ભાંગી પડ્યો.

જાણકારી બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર જોયું તે તેમના પણ હોંશ ઉડી ગયા હતા.

  • Share this:
નવી દિલ્હી : રાજધાની દિલ્હીથી જોડાયેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મસૂરી થાણા વિસ્તારના ન્યૂ શતાબ્દીપુરમ કોલોનીમાં શુક્રવારે સવારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં એક વ્યક્તિએ પોતાના ત્રણ બાળકો અને પત્નીની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો હતો. આ સમાચાર સાંભળતા જ લોકોનાં ટોળે ટોળે મૃતકના ઘરે એકઠા થઈ ગયા હતા. જાણકારી બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર જોયું તે તેમના પણ હોંશ ઉડી ગયા હતા. પોલીસે જોયું કે પત્ની બેડ પર લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારી રહી છે અને તેના ત્રણ બાળકો અને પતિ મૃત અવસ્થામાં પડ્યાં છે. ઘરમાંથી મળેલી સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે તેની પત્ની તેના પર શંકા હોવાથી તેણે આવું પગલું ભર્યું છે.

પોલીસે ઝડપથી મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી અને તેના પતિ અને ત્રણ બાળકોનાં મૃતદેહનો કબજો લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. જોકે, હજી સુધી એ વાત સામે નથી આવી કે વ્યક્તિએ આવું શા માટે કર્યું. હાલમાં પોલીસ ઘરના અન્ય સભ્યોની પૂછપરછ કરવાથી લઈને કેસની તપાસ કરી રહી છે.

મળતી જાણકારી પ્રમાણે 42 વર્ષીય પ્રદીપ નામનો વ્યક્તિ પોતાના માતા-પિતા, બહેન, પત્ની અને ત્રણ બાળકો સાથે મસૂરી વિસ્તારના ન્યૂ શતાબ્દીપુરમ કોલોની પાછળ ઘણા લાંબા સમયથી રહેતો હતો. પ્રદીપ, તેની પત્ની અને ત્રણ બાળકો એક રૂમમાં સુતા હતા. શુક્રવારે સવારે જ્યારે ઘરનો દરવાજો ન ખુલ્યો ત્યારે ઘરના સભ્યોને કંઈક અજુગતું થયાની ગંધ આવી હતી. બારીમાંથી અંદર જોવામાં આવ્યું તો પ્રદીપ અને તેના ત્રણ બાળકો 8 વર્ષીય મનસ્વી, 5 વર્ષીય યશસ્વી અને ત્રણ વર્ષીય ઓજસ્વીનાં મૃતદેહ પડ્યાં હતાં.

બાળકો અને પોતાના મોઢા પર ટેપ લગાવી હતી

પ્રદીપ અને ત્રણ બાળકોના મોઢા પર આશરે ચાર ઇંચ પહોંચી કાળા રંગની ટેપ લગાવેલી હતી. જ્યારે 40 વર્ષીય પત્ની સંગીતા પથારીની નીચે લોહીલુહાણ હાલતમાં પડી હતી. તેના માથામાં ગંભીર ઈજા હતી અને તે તરફડીયા મારી રહી હતી. બાજુમાં જ એક હથોડો પડ્યો હતો.

પોલીસે ઝડપથી સંગીતાને હોસ્પિટલ પહોંચાડી હતી, અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ તરફથી કરવામાં આવેલી શરૂઆતની તપાસમાં માલુમ પડ્યું છે કે પ્રદીપે પહેલા તેની પત્નીના માથે હથોડાથી પ્રહાર કર્યો હતો. બાદમાં ત્રણેય બાળકોના મોઢા પર ટેપ લગાવીને તમામની હત્યા કરી નાખી હતી. જે બાદમાં પ્રદીપે પણ મોઢા પર ટેપ લગાડીને આત્મહત્યા કરી લીધી હતી. જે રૂમમાં આ થયું તેનો દરવાજો અંદરથી બંધ હતો.

પોલીસે જણાવ્યું કે પ્રદીપ ખાનગી કંપનીમાં કામ કરતો હતો. માતાપિતા અને બહેન પણ તેની સાથે રહેતા હતા, તેઓ બીજા રૂમમાં રહેતા હતા. પોલીસના કહેવા પ્રમાણે ઘરના અન્ય સભ્યોએ કોઈ પણ અવાજ સાંભળ્યો ન હતો. સવારે જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે ઘટનાની માહિતી મળી હતી. બીજી તરફ ઘટનાની જાણકારી મળતા જ ગાઝિયાબાદ એસએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
First published: July 5, 2019, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading