પ્રસૂતિ દરમિયાન નર્સે બાળકને જોરથી ખેંચતા માથું ગર્ભાશયમાં જ રહી ગયું

News18 Gujarati
Updated: January 11, 2019, 3:44 PM IST
પ્રસૂતિ દરમિયાન નર્સે બાળકને જોરથી ખેંચતા માથું ગર્ભાશયમાં જ રહી ગયું
પ્રતિકાત્મક તસવીર

બનાવ બાદ પુરુષ નર્સે બાળકનું માથા વગરનું શરીર મદડા ઘરમાં જમા કરાવી દીધું હતું.

  • Share this:
રામગઢઃ રાજસ્થાનના એક સરકારી દવાખાનામાં પુરુષ નર્સની ઘોર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. અહીં એક મહિલાની પ્રસૂતિ વખતે પુરુષ નર્સે બાળકને એટલું જોરથી ખેંચ્યું કે તેનું માથું ધડથી અલગ થઈને મહિલાના ગર્ભાશયમાં જ રહી ગયું હતું. એટલું જ નહીં અઠવાડિયા પહેલા બનેલા આ બનાવને હોસ્પિટલ તરફથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જૈસલમેર જિલ્લાના રામગઢ હેલ્થ સેન્ટર ખાતે આ બનાવ બન્યો હતો. બનાવ બાદ પુરુષ નર્સે બાળકનું માથા વગરનું શરીર મદડા ઘરમાં જમા કરાવી દીધું હતું. નર્સે કોઈને જાણકારી આપી ન હતી કે બાળકનું માથું મહિલાના પેટમાં જ રહી ગયું છે.

નર્સે બાદમાં પરિવારને વધુ સારવાર માટે મહિલાને જોધપુર લઈ જવાની વાત કરી હતી.

મહિલાને સારવાર માટે જોધપુરની ઉમૈદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રામગઢ હેલ્થ સેન્ટરના સ્ટાફે ઉમૈદ હોસ્પિટલના સ્ટાફને માહિતી આપી હતી કે મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરવામાં આવી છે, પરંતુ બાળકની નાળ મહિલાના પેટમાં જ રહી ગઈ છે.

આ પણ વાંચોઃ સુરતઃ ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડી નરાધમ ફરાર

ઉમૈદ હોસ્પિટલના ડોક્ટરોએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ એ વાત જાણીને ચોંકી ગયા હતા કે બાળકનું માથું ગર્ભશયમાં જ છે.આ અંગે હોસ્પિટલે મહિલાના પરિવારને જાણ કરી હતી. મહિલાના પતિએ આ અંગે રામગઢ હોસ્પિટલના સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.

બીજી તરફ ઉમૈદ હોસ્પિટલ ખાતે મહિલા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાની માહિતી મળી છે.
First published: January 11, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading