રાજકોટ# ભારત દેશમાં આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર મહત્મા ગાંધી શાંતિના દૂત એવા ગાંધીજીની પ્રતિમા ના ઉપરથી ચશ્મા ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ધોરાજીમાં ત્રણ દરવાજા પાસે આવેલ મહાત્મા ગાંધીજી પ્રતિમા માંથી ચશ્મા ગુમ થઈ જતા લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો.
ધોરાજીના મુખ્ય ધમધમતા આ ચોકમાં પાલિકાની કચેરી, ડે. કલેકટર કચેરી અને મામલતદાર કચેરીનો મુખ્ય માર્ગ હોવા છતાં સરકારી તંત્રને આ બાબતે કોઈ પરવા ન હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું હતુ.
ત્યારે ખાસ ઈટીવી દ્વારા ડે. કલેકટર સાથે વાત કરતા તેમણે આ બાબતે તાત્કાલિક ગાંધીજીની પ્રતિમાને ચશ્મા પહેરવાની કામગીરી કરવાની વાત જણાવી હતી. પંરતુ સવાલ એ છે કે, દેશ ના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ટોચના વક્તિત્વની ગણના થતી હોય, ગાંધીજીની પ્રતિમા ઉપરથી ચશ્મા ગુમ થતા, તે તંત્રની ઘોર બેદરકારી જોવા માળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર