પુરૂષોને એક-બીજા સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરનાર તાંત્રિકની ધરપકડ

News18 Gujarati
Updated: July 24, 2018, 12:22 PM IST
પુરૂષોને એક-બીજા સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરનાર તાંત્રિકની ધરપકડ

  • Share this:
મહારાષ્ટ્રના પરભની જીલ્લામાં એક સ્વઘોષિત બાબાની ધરપકડ કરી લેવામાં આવી છે. તાંત્રિક પર આરોપ છે કે, તે પોતાના ભક્તોને એક-બીજા સાથે કથિત રૂપે અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવવા મજબૂર કરતો હતો. અપ્રાકૃતિક સંબંધી ઓડિયો અને વીડિયો વાયરલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

પરભનીના પોલીસ અધિક્ષક દિલીપ જલાકેએ જણાવ્યું કે, 38 વર્ષીય આસિફ નૂરીની પાડોસી જીલ્લાથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમને કેટલાક લોકોએ ફરીયાદ કરી હતી કે, કથિત તાંત્રિક એક વીડિયો અને ઓડીયો ક્લિપમાં પોતાના પુરૂષ ભક્તોને એક-બીજા સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરે છે. આ ઓડિયો-વીડિયો ક્લિપ ફેસબૂક પર શેર કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારી અશોક ગોરબંધે જણાવ્યું કે, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો પોતાની પ્રાઈવેટ સમસ્યાઓના સમાધાન માટે આ તાંત્રિક પાસે આવતા હતા. તાંત્રિક પોતાના ભક્તોને અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરતો હતો.

આ તાંત્રીક નૂરી દરગાહ રોડ પર એક મદરેસામાં રહેતો હતો. તેની પર આ રીતે ખોટા કામ કરવા માટે મદરેસાનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. તાંત્રિક પર ભારતીય દંડ સંહિતાની કલમ 295 (ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી ધાર્મિક સ્થળનો ઉપયોગ કરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
First published: July 24, 2018, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading