સગીર પ્રેમિકા દગો દેતી હોવાની શંકા રાખી પ્રેમીએ કર્યું ન કરવાનું કામ, પોલીસે ઝડપ્યો

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

આરોપી સમીર ખાન સલીમ ખાન પીડિત કિશોરી સાથે 2019ના વર્ષમાં તેના એક મિત્રના માધ્યમથી મળ્યો હતો.

 • Share this:
  નાગપુર: પ્રેમ (Love)માં અંધ બનેલા લોકો ક્યારેક ન કરવાનું કામ કરી દેતા હોય છે. પ્રેમ સંબંધ (relashionshiop)માં બધુ બરાબર ચાલે ત્યાં સુધી વાંધો નથી આવતો પરંતુ જ્યારે બંનેમાંથી કોઈ એક પાત્રને તેના સાથે પર શંકા પડે છે ત્યારે તેના પરિણામ અવારનવાર ખરાબ આવતા હોય છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં તાજેતરમાં આવો જ એક બનાવ બન્યો છે. નાગપુર (Nagpur)માં એક 19 વર્ષીય યુવકે તેની 17 વર્ષની સગીર પ્રેમિકાનું અપહરણ (19 year old man allegedly kidnapped his teenage lover)કરી લીધું હતું. જે બાદમાં અપહરણનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. નાગપુર પોલીસે આ કેસમાં રવિવારે યુવક અને તેના એક મિત્રની ધરપકડ કરી લીધી છે.

  મળતી માહિતી પ્રમાણે આરોપી સમીર ખાન સલીમ ખાન પીડિત કિશોરી સાથે 2019ના વર્ષમાં તેના એક મિત્રના માધ્યમથી મળ્યો હતો. જે બાદમાં બંને વારંવાર મળવા લાગ્યા હતા અને પ્રેમ સંબંધમાં બંધાયા હતા. બાદમાં બંને ટિકટોક પર વીડિયો બનાવીને મૂકવા લાગ્યા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.

  આ પણ વાંચો: ત્રણ વર્ષનો હીરો! માતા બેભાન બની જતાં પોલીસ પાસે દોડી ગયો, બોલી ન શકતા ઈશારાથી વાત જણાવી

  પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ કિશોરી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. આરોપીએ લગ્નનું વચન આપીને સંબંધ બાંધ્યા હતા.

  જોકે, થોડા સમય પછી ખાનને શંકા પડી હતી કે તેની પ્રેમિકાનું કોઈ અન્ય યુવક સાથે અફેર ચાલી રહ્યું છે. જે બાદમાં બંનેના સંબંધો વણસ્યા હતા. 18મી જૂનના રોજ ખાને કિશોરીનું તેના એક મિત્રની મદદથી અપહરણ કરી લીધું હતું. ખાને પીડિતાને કમલ ચોક ખાતેથી પોતાના મોટરસાઇકલ પર બેસવાની ફરજ પાડી હતી. આ સમયે તેની સાથે 25 વર્ષીય શેખ મોહમ્મદ સિદ્દીકી હતો.

  આ પણ વાંચો: એર હોસ્ટેસે કર્યો પ્રાઇવેટ જેટના ડર્ટી સિક્રેટ્સનો ખુલાસો, અબજોપતિ માલિકો સાથે ઊંઘવા સુધી કરે છે મજબૂર

  અપહરણ બાદ યુવકે કિશોરીનો વીડિયો બનાવ્યો હતો અને અપહરણનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. યુવક પીડિતાને વીટા ભટ્ટી વિસ્તાર ખાતે લઈ ગયો હતો. અહીં તેણે કિશોરીને માર માર્યો હતો. આ દરમિયાન યુવકે કિશોરીની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ કિશોરી કેમ પણ કરીને તેની કેદમાંથી ભાગી છૂટી હતી.


  આ પણ વાંચો: સમાગમ વખતે પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ ફ્રેક્ચર, UKમાં દુનિયાનો પ્રથમ કેસ નોંધાયો

  જે બાદમાં અમુક સ્થાનિક લોકોએ આ બનાવ અંગે ટ્વિટરના માધ્યમથી પોલીસને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાંચે ખાન અને તેના મિત્ર સિદ્દીકીને શોધી કાઢ્યા હતા. આ મામલે ખાન સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને POCSO હેઠળ ગુનો નોંધાયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: