પ્રેગનેન્ટ પત્નીની હત્યા કરી પતિ આખી રાત બાજુમાં ઊંઘી રહ્યો!

News18 Gujarati
Updated: February 10, 2019, 11:20 AM IST
પ્રેગનેન્ટ પત્નીની હત્યા કરી પતિ આખી રાત બાજુમાં ઊંઘી રહ્યો!
પ્રતિકાત્મક તસવીર

વિનોદ ધાનસિંગ પવાર અને તેની પત્ની પ્રિયંકા રાઠોડ વચ્ચે ગુરુવારે રાત્રે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના એસમાનાબાદ જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની પ્રેગનેન્ટ પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તે આખી રાત લાશની બાજુમાં ઊંઘી રહ્યો હતો. સવારે તેણે સામેથી પોલીસને પોતાના ગુના અંગેની જાણ કરી હતી. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે વિનોદ ધાનસિંગ પવાર અને તેની પત્ની પ્રિયંકા રાઠોડ વચ્ચે ગુરુવારે રાત્રે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં આવેશમાં આવીને વિનોદે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

પોલીસે જણાવ્યું હતું કે વિનોદ પત્નીની હત્યા બાદ આખી રાત મૃતદેહની બાજુમાં ઊંઘી રહ્યો હતો. વિનોદ શુક્રવારે સવારે જાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચો : છોકરી સાથે ફ્રેન્ડશિપ રાખવા બદલ ત્રણ તરુણોએ 14 વર્ષના તરુણને પતાવી દીધો

વિનોદ પવાર બોરવેલ કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો, જ્યારે તેની પત્ની પ્રિયંકા તેજપુર ખાતે નર્સ તરીકે ફરજ બજાવતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેએ નવ મહિના પહેલા લગ્ન કર્યા હતા અને પ્રિયંકાના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ હતો.

મહિલાના માતાપિતાના જણાવ્યા પ્રમાણે તેનો પતિ અવાર નવાર અમારી પાસેથી પૈસાની માંગણી કરતો હતો. આ જ કારણને લઈને બંને વચ્ચે અનેકવાર ઉગ્ર ઝઘડો થયો હતો.પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે, તેમજ વધુ તપાસ હાથ ધરી છે.
First published: February 10, 2019
વધુ વાંચો
अगली ख़बर