પ્રમોશનના બદલામાં શરીર સુખ માંગી રહેલા એડિટરની ઇન્ટર્ને કરી હત્યા

નિત્યાનંદ પાંડેય

પોલીસના જણાવ્યા પ્રમાણે પાંડેય છેલ્લા બે વર્ષથી તેના ન્યૂઝ પોર્ટલમાં કામ કરતી એક મહિલા ઇન્ટર્નનું જાતિય શોષણ કરતો હતો.

 • Share this:
  મુંબઈ : થાણે પોલીસે એક ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ અને મેગેઝિનના એડિટરની હત્યા કરવાના ગુનામાં એક મહિલા ઇન્ટર્ન અને એક યુવકની ધરપકડ કરી છે. શનિવારે એડિટરનો મૃતદેહ મળી આવ્યો હતો.

  પીડિત નિત્યાનંદ પાંડેય (ઊં.વ.44) 15મી માર્ચથી ગુમ હતો. શનિવારે તેનો મૃતદેહ ભિવંડી ખાતેથી એક અંડર બ્રિજ ખાતેથી મળી આવ્યો હતો.

  પોલીસના જણાવ્યા પ્રમાણે પાંડેય છેલ્લા બે વર્ષથી તેના ન્યૂઝ પોર્ટલમાં કામ કરતી એક મહિલા ઇન્ટર્નનું જાતિય શોષણ કરતો હતો. આથી તેણીએ સતીષ મિશ્રા નામના એક 34 વર્ષીય યુવકની મદદથી પાંડેયની હત્યા કરી નાખી હતી. સતીષ મિશ્રા પાંડેયનું મેગેઝિન પ્રિન્ટ કરવાનું કામ કરતો હતો.

  પોલીસે મહિલા અને તેના મિત્રની સીડીઆર (કોલ ડેટા રેકોર્ડ્સ)ના આધારે ધરપકડ કરી છે. પોલીસે તપાસમાં પીડિત એડિટરની તેની ઇન્ટર્ન સાથે ફોન પર અવાર નવાર વાત થતી હોવાનું સામે આવ્યું હતું.  ભિવંડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ જણાવ્યું કે, "છેલ્લા બે વર્ષમાં પાંડેય તેની ઓફિસમાં કામ કરતી મહિલાનું જાતિય શોષણ કરતો રહ્યો હતો, મહિલા તેનો વિરોધ કરતી રહી હતી. પાંડેયએ પ્રમોશનના બદલામાં જાતિય સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. આ વાતનો અંત આણવા માટે મહિલાએ મિશ્રાનો સંપર્ક કર્યો હતો અને પાંડેયની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. મિશ્રાએ પણ પાંડેય પાસેથી મેગેઝિન પ્રિન્ટિંગના પૈસા લેવાના બાકી હતી. ઘણા વખતથી આ ચુકવણી બાકી હતી."

  હઝારેએ વધુમાં કહ્યું કે, શુક્રવારે મહિલા તેમજ મિશ્રા પાંડેયને તેની કારમાં ઉત્તન અને ભયંદર ખાતે લઈ ગયા હતા. બંને તેને એક મકાન જોવા માટે લઈ ગયા હતા. રસ્તામાં મિશ્રાએ પાંડેયને કોઈ પીણું પીવડાવી દીધું હતું. પાંડેય જ્યારે બેભાન થઈ ગયો ત્યારે બંનેએ કાર થોભાવી દીધી અને એક દોરડા વડે ગળેટૂંપો દઈને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંનેએ ભિવંડી ખાતે તેનો મૃતદેહ ફેંકી દીધો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: