Home /News /crime /

માત્ર રૂ 500 માટે 7માં ધોરણના વિદ્યાર્થીએ મિત્રની કરી હત્યા

માત્ર રૂ 500 માટે 7માં ધોરણના વિદ્યાર્થીએ મિત્રની કરી હત્યા

અભિષેકની ચપ્પાના ઘા મારી નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી...

અભિષેકની ચપ્પાના ઘા મારી નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી...

    મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માત્ર 500 રૂપિયાની ઉધારી ન ચુકવવાથી નારાજ થયેલ એક નાબાલિક વિદ્યાર્થીએ પોતાના મિત્ર અભિષેકને મોતને ઘાટ ઉતારી દીધઓ. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

    મળતી માહિતી પ્રમાણે, 7માં ધોરણના વિદ્યાર્થી અભિષેકની ચપ્પાના ઘા મારી નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. જેની લાશ રસ્તામાં પડેલી મળી. પોલીસે અભિષેકના મોબાઈલ દ્વારા આ મામલાનુ્ં રહષ્ય ઉકેલ્યું.

    શું છે મામલો
    કટારે ફાર્મ હાઉસની પાસે 7માં ધોરણના વિદ્યાર્થી અભિષેક માહોરની લાશ બુધવારે સવારે મળી, કોઈકે તેની નિર્દયતા પૂર્વક હત્યા કરી હતી. છાતી પર ચપ્પાના એક ડઝનથી પણ વધારે ઘા હતા. અભિષેકના પરિવારજનોએ ભિંડ સ્થિત પોતાના પૈતૃક ગામના કેટલાક લોકો પર જૂની અદાવતને લઈ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

    પોલીસે તપાસ શરૂ કરી અને જ્યારે હત્યાનો ખુલાસો બહાર આવ્યો તો, તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. અભિષેકે મોબાઈલ પર છેલ્લો ફોન તેની સાથે ભણતા તેના મિત્રને કર્યો હતો. આખરે પોલીસે આ નાબાલિકે મુરૈના જીલ્લામાંથી પકડી લીધો છે. તેણે હત્યાની કબુલાત કરી લીધી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Brutally, Class, Friend, Gwalior, Killed, Madhya pradesh, Seven, છાત્ર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन