શરમજનક ઘટના! લગ્નમાં હાજરી આપવા આવેલી મહિલા ઉપર દુલ્હાએ આચર્યું દુષ્કર્મ, બહેને આપ્યો સાથ
શરમજનક ઘટના! લગ્નમાં હાજરી આપવા આવેલી મહિલા ઉપર દુલ્હાએ આચર્યું દુષ્કર્મ, બહેને આપ્યો સાથ
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock
Madhya Pradesh news: મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ તેના ઉપર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. તબિયત ખરાબ થવા પર પોતાના ઘરે પરત ફરી હતી. તેણે પોતાના પતિને આ અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઇન્દોરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh news) ઇન્દોરમાંથી (Indore news) એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક પરીણિતા પોતાના મામા સસરાના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે ગઈ હતી. જ્યાં દુલ્હાએ તેની સાથે દુષ્કર્મ (Groom rape on married woman) આચર્યું હતું. પોલીસે આરોપી દુલ્હાની ધરપકડ કરીને જેલ (police arrested groom and sister) ભેગો કર્યો હતો. અને પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પીડિતાનો આરોપ છે કે દુલ્હાની બહેનને તેને રૂમમાં બંધ કરી ધી હતી અને પછી તેની સાથે ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું.
દુલ્હાએ પરિણીતા ઉપર ત્રણ વખત આચર્યું દુષ્કર્મ
આ ઘટના દરેકેને હેરાન કરી દે એવું છે. પોલીસેને આપેલા નિવેદન પ્રમાણે પીડિતાએ જણાવ્યું કે આરોપીએ ઘટના બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાંવેર પોલીસે કેસ નોંધીને આરોપી ભાઈ-બહેનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દીધી હતી. પીડિતાએ જણાવ્યું કે આરોપી અનિલ તેના મામા સસરાનો છોકરો છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ તેના ઉપર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. તબિયત ખરાબ થવા પર પોતાના ઘરે પરત ફરી હતી. તેણે પોતાના પતિને આ અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી દુલ્હા અને બહેનને કરી ફરિયાદ
સાંવેર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ થાનસિંહ પટેલના જણાવ્યા પ્રમાણે પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પહોંચી ત્યારે તેની નણંદ તેને એકલી રૂમમાં લઈ ગઈ હતી. જ્યાં દારૂના નશામાં ધુત દુલ્હાના હાથોમાં મેંહદી લગાવેલી હતી. ખાલી રૂમમાં આરોપી અને તેની બહેને તેને પકડી લીધી હતી. અને તેની સાથે ખોટું કામ કર્યું હતું.
ફરિયાદ બાદ પોલીસ તપાસમાં લાગી
આ ઉપરાંત બીજી વખત પણ નણંદ તેને નજીકના ઘરમાં લઈને ગઈ હતી જ્યાં આરોપી પહેલાથી જ હાજર હતો. ત્યારબાદ નણંદની મદદથી તેની સાથે આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેની સાથે ત્રણવખત દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ ઘટનામાં સામેલ ઘટનાની તપાસ કરી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર