Home /News /crime /

crime petrol સિરિયલને પણ આંટી મારે એવી ઘટના! પત્નીએ આઠમાં પ્રેમી પાસે સાતમા પતિની કરાવી હત્યા

crime petrol સિરિયલને પણ આંટી મારે એવી ઘટના! પત્નીએ આઠમાં પ્રેમી પાસે સાતમા પતિની કરાવી હત્યા

મહિલાની પ્રતિકાત્મક તસવીર

Madhya Pradesh news: પોલીસને જણાવ્યું કે રાજેન્દ્ર પહેલા તે છ લગ્ન કરી ચુકી હતી. રાજેન્દ્ર તેનો સાતમો પતી હતી. પરંતુ હવે તે આઠમાં લગ્ન રાજુ સાથે કરવા માંગતી હતી. પરંતુ તેનો પતિ વચ્ચે આવતો હતો.

  આગ્રાઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh) આગ્રામાં એમજી રોડ ઉપર ફૂટપાથ ઉપર સ્પીડ કલર લેબની સામે કબાડીની હત્યા કેસમાં (man murder) પોલીસે બુધવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસનું (police) કહેવું છે કે હત્યા મૃતકની પત્નીએ કરાવી છે. હત્યા બાદ ફરાર થઈ ગઈ હતી. પત્નીએ (wife) હત્યામાં પ્રયુક્ત સિલિન્ડર અને લોહીથી લથપથ કપડા સંતાડી દીધા હતા. મૃતકની પત્ની તેના પ્રેમી (wife and her husband arrested) સાથે લગ્ન કરવા માંગતી હતી. પતિ વિરોધ કરતો હતો. જેના પગલે હત્યાકાંડને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મહિલાનો આ મૃતક સાતમો પતિ હતો. પોલીસે બંનેની ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે 26 જૂનના દિવસે હરીપર્વત વિસ્તરામાં સ્પીડ કલર લેબની પાસે એક માર્કેટમાં એક વ્યક્તિની લાશ મળી હતી. જેના માથા ઉપર પ્રહાર કરીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ ફિરોજાબાદના જસરાનાનો રહેવાસી રાજેન્દ્ર યાદવના રૂપમાં થઈ હતી.

  રાજેન્દ્ર કબાડીનું કામ કરતો હતો. આગ્રા ફોર્ટ સ્ટેશન પાસે રહેતો હતો. તેની પત્ની જેમવ અને ત્રણ બાળકો હતા. પત્નીએ મૃતકની ઓળક પોતાના પતિના રૂપમાં કરી હતી. પોલીસે જણાવ્યું કે પતિ ક્યાંક બહાર ગયો હતો. રાત્રે આવ્યો ન હતો. ત્યારબાદ સ્પીડ કલર લેબની સામે ફૂટપાથ ઉપર જ રોકા ઈગયો હતો. ત્રણ ચાર લોકો આવ્યા હતા. અને હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. બાળકોએ પણ આ વાત જણાવી હતી.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  ઘટના બાદ પોલીસે એમજી રોડ ઉપર લગાવેલા સ્માર્ટ સિટી કેમેરામાં પણ ચેક કર્યું હતું. 25થી વધારે કેમેરાના ફટેજ જોયા હતા. જેમાંથી એક કેમેરામાં ઘટના સ્થળ પાસે એક વ્યક્તિ ભાગતો દેખાઈ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

  મૃતકની બેટીએ ભાગનાર યુવકની ઓફળ રાજુ ઉર્ફે સુખદેવ જે સિરસિરા ગામનો રહેવાશીના રૂપમાં કરી હતી. પોલીસે રાજૂની તપાસ શરૂ કરી હતી. બુધવારે રાજુને ભગવાન ટોકી પાસેથી પકડી લીધો હતો. તેની સાથે રાજેન્દ્રની પત્ની જેમવ પણ પકડાઈ હતી.

  આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

  પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસે પૂછપરછમાં આરોપી રાજૂએ જણાવ્યું કે પાનીપતમાં કબાડીના ત્યાં કામ કરતો હતો. જેમવને પ્રેમ કરતો હતો. તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ રાજેન્દ્ર વચ્ચે આવતો હતો. જેમવે પોલીસને જણાવ્યું કે રાજેન્દ્ર પહેલા તે છ લગ્ન કરી ચુકી હતી. રાજેન્દ્ર તેનો સાતમો પતી હતી. પરંતુ હવે તે આઠમાં લગ્ન રાજુ સાથે કરવા માંગતી હતી.  આ વાત પર રાજુ અને રાજેન્દ્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. રાજૂએ રાજેન્દ્રને માથા ઉપર સિલિન્ડર મારી દીધો હતો. જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ તે ભાગી ગયો હતો. સિલિન્ડર અને પોતાનો સામાન સંતાડી દીધો હતો. માતાએ બાળકોને પણ ચાર લોકોએ તેના પિતાની હત્યા કરી હોવાનું જણાવવા કહ્યું હતું. બાદમાં બાળકોએ પોલીસને સાચી કહાની વર્ણવી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Madhya pradesh, Wife killed husband

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन