બ્લેકમેઇલિંગનો ગંદો ખેલ! પહેલા યુવતી સાથે દુષ્કર્મ, પછી એક કરોડ રોકડા અને ત્રણ કિલો સોનું પડાવ્યું
બ્લેકમેઇલિંગનો ગંદો ખેલ! પહેલા યુવતી સાથે દુષ્કર્મ, પછી એક કરોડ રોકડા અને ત્રણ કિલો સોનું પડાવ્યું
પ્રતિકાત્કમ તસવીરઃ shutterstock
Madhya pradesh news: નિશિત પોતાની સાથે કોલ્ડ ડ્રિંગ લાવ્યો હતો. અને તેણે મને કોલ્ડ ડ્રિંગ્સ પીવડાવ્યુંહતું જેથી હું બેભાન થઈ હતી. નિશિતે મારી સાથે દુષ્કર્મ આચર્યું અને આપત્તિજનક તસવીરો લીધી હતી.
ઇન્દોરઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh news) રતલામ (Ratalam crime news) જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે જાવરાની યુવતી સાથે દુષ્કર્મ આચરવાની સાથે કરોડો રૂપિયા રોકડા અને સોનાના દાગીના પણ (raped and blackmailing with girl) લઈ લીધા હતા. આરોપીએ યુવતી સાથે એક કરોડ રૂપિયાથી વધારે રોકડા, આશરે ત્રણ કિલો સોનું અને 15 કિલો ચાંદીના દાગીના પડાવી લીધા હતા. બ્લેકમેલિંગનો આ ખેલ 2019થી શરુ હતો. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ શરુ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતએ જણાવ્યું કે આરોપી નિશિત ઉર્ફે મયુર બાફના સાથે તેની મુલાકાત 2019માં ઇન્દોરમાં થઈ હતી. આ સમયે યુવતી ઇન્દોરમાં એમબીએ કરી ચૂકી હતી. આરોપી યુવતીના ઘરથી થોડા કિલોમીટર દૂર રહેતો હતો. આમ બંને વચ્ચે દોસ્તી થઈ હતી. આ સિલસિલો ચલતો રહ્યો હતો. યુવતી અભ્યાસ કર્યાબાદ ઘરે જતી રહી હતી.
યુવતીએ વ્યક્ત કરી આપવીતી
યુવતીએ પોલીસને જણાવ્યું કે માર્ચ 2019માં નિશિત જાવરા મારા ઘરે આવ્યો હતો આ સમયે બંને ઘરમાં એકલા હતા. નિશિત પોતાની સાથે કોલ્ડ ડ્રિંગ લાવ્યો હતો. અને તેણે મને કોલ્ડ ડ્રિંગ્સ પીવડાવ્યુંહતું જેથી હું બેભાન થઈ હતી. નિશિતે મારી સાથે દુષ્કર્મ આચર્યું અને આપત્તિજનક તસવીરો લીધી હતી. ત્યારબાદ તેણે મને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. હું બદનામીના ડરથી ઘરની તીજોરીમાંથી રૂપિયા અને ઘરેણાં આપવા લાગી હતી. યુવતીએ જણાવ્યું કે આરોપી પહેલાથી પરિણીત હતો.
તંત્ર મંત્રનો લીધો સહારો
પોલીસ પ્રમાણે આરોપીએ યુવતીને એ પણ શિખવાડ્યું હતું કે તે ઘરના લોકો પાસેથી કેવી રીતે રૂપિયા લઈ શકે છે. આરોપીના કહેવા પ્રમાણે યુવતીએ ઘરના લોકોને તંત્ર-મંત્રથી કેસ અને ઘરેણા ડબલ કરવાની વાત કીર હતી. એક દિવસ કોઈ કામથી યુવતીના ભાઈ અને પિતાએ તિજોરી ખોલી તો તીજોરી જોઈને દંગ રહી હતી. જ્યારે તેણે યુવતી સાથે કડકાઈ પૂછતા તેણે આખી કહાની સંભળાવી હતી.
ત્યારબાદ યુવતીની ફરિયાદ ઉપર જાવરા સીટી પોલીસે આરોપી નિશિત બાફના વિરુદ્ધ દુષ્કર્મ સહિત અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધાવ્યો હતો. પોલીસ આરોપીની શોધમાં લાગી છે. માનવામાં આવી રહ્યું છે કે આરોપીના અનેક દોસ્તો પણ આ ખેલમાં સામેલ હતી.
યુવતીએ બાકીના લાખો રૂપિયા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્શફર કર્યા, તેની ડિટેલ પોલીસને પણ આપી છે. રતલામ પોલીસ અધીક્ષક ગૌરવ તિવારીના જણાવ્યા પ્રમાણે યુવતીની ફરિયાદના આધારે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને અન્ય ગંભીર કલમો સાથે કેસ નોંધ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર