વિકાસસિંહ ચૌહાણ, ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોર (Indore news)માં એક યુવકને કેટલાક ગુંડાઓએ ઢોર માર માર્યો હતો. યુવકે તેની બહેનના લગ્ન (Marriage) ગુંડા સાથે કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં ગુંડાઓ તેના મિત્રો સાથે મળીને યુવકને બેલ્ટ, લાકડી અને ડંડાથી માર માર્યો (Man beaten in Indore) હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે. મારપીટનો આ બનાવ ઇન્દોર જિલ્લાના અન્નપૂર્ણા પોલીસ મથક (Annapurna police station) હેઠળ બન્યો હતો. પીડિત યુવકનું નામ આકાશ ખેડે (Akash Khede) છે.
આકાશના શરીરે નજરે પડતા ઝખમો એ વાતની સાક્ષી પૂરે છે કે તેને કેવી બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો છે. પીડિત યુવકનો આરોપ છે કે મારપીટ કરનાર આરોપી આ વિસ્તારમાં ગેરકાયદે દારૂ અને બીજી અનૈતિક ગતિવિધિમાં શામેલ છે. આમાંથી એક ગુંડો કે જેનું નામ અભિષેક છે તે તેની બહેન સાથે લગ્ન કરવા માંગતો હતો. આ વાત તેને મંજૂર ન હતી. પીડિતની ફરિયાદ બાદ પોલીસે અભિષેક, સન્ની, નીતિન અને અન્ય લોકો વિરુદ્ધ મારપીટનો ગુનો નોંધ્યો છે.
આકાશ ખેડે સિલ્વર ઓક્સ કૉલોનીમાં રહે છે. આકાશની માતા કેન્સરથી પીડિત છે. મંગળવારે તે પોતાની માતા માટે દવા લેવા ઘર બહાર નીકળ્યો હતો. રસ્તામાં કેટલાક લોકોએ તેને ઘેરી લીધો હતો અને ડંડા અને લાકડીથી ફટકાર્યો હતો. આકાશે અભિષેકને ડંડા અને પટ્ટાથી ફટકાર્યો હતો. અભિષેકની બાઇક પણ તોડી નાખવામાં આવી હતી. તેના કપડાં ઉતારવામાં આવ્યા હતા અને વીડિયો બનાવ્યો હતો. તેનો મોબાઇલ ફોન પર ઝૂંટવી લેવામાં આવ્યો હતો. સાથે જ ગુંડાઓએ પોલીસ ફરિયાદ ન કરવાની ચીમકી પણ આપી હતી.
પોલીસે જણાવ્યું કે અભિષેક મારપીટ કેસમાં મુખ્ય આરોપી છે. અભિષેક આકાશની બહેન સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે, આકાશે તેની બહેનના લગ્ન બીજી જગ્યાએ કરાવી દીધા હતા. આ વાતનો ગુસ્સો અભિષેકે યુવતીના ભાઈ પર ઉતાર્યો હતો. આ કેસમાં પોલીસે મારપીટની કલમ સાથે ગુનો નોંધ્યો હતો. જોકે, પીડિતનું કહેવું છે કે તેના ખિસ્સામાં રહેલા 10,000 રૂપિયા અને એક મોબાઇલ ફોન પણ આરોપીઓ લૂંટી ગયા હતા. આ અંગે પોલીસે કોઈ કેસ દાખલ કર્યો નથી.
આન્નપૂર્ણા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ગોપાલ પરમારનું કહેવું છે કે, મંગળવારે મોડી રાત્રે યુવકની ફરિયાદ પર આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તેમની ધરપકડ માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. ઝડપથી આરોપીઓને ઝડપી પાડીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર