Home /News /crime /

તાંત્રિકે ઊંઘી રહેલા પતિ-પત્નીને પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા, દર્દનાક ઘટના પાછળ શું છે કારણ?

તાંત્રિકે ઊંઘી રહેલા પતિ-પત્નીને પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા, દર્દનાક ઘટના પાછળ શું છે કારણ?

તાંત્રિકની પ્રતિકાત્મક તસવીર

Madhya Pradesh news: પોલીસની પૂછપરછમાં તાંત્રિક મોતીનાથે જણાવ્યું કે સાલીઢાના ગામની રામબાઈ ધુર્વે તેને ઓળખતી હતી. એક વર્ષ પહેલા 11 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ જ્યારે રામબાઈને પૈસા પાછા આપવાની વાત કરી તો પતિ પત્નીએ રૂપિયા પરત આપવાના બદલે મારવાની ધમકી આપી હતી.

વધુ જુઓ ...
  બૈતુલઃ મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં એક (Betul in Madhya Pradesh) ખૌફનાક ઘટના બની હતી. અહીં એક તાંત્રિકે (Tantric burn alive husband wife) ઉધારી પરત ન કરનાર પતિ-પત્નીને જીવતા સળગાવ્યા હતા. જેમાં પતિનું મોત (husband died) નીપજ્યું હતું. જ્યારે પત્નીને રાજધાની ભોપાલમાં (Bhopal) સારવાર માટે ખસેડાઈ હતી. મહિલીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી હતી. આ દર્દનાક ઘટના ઘોડા ડોંગરીની છે.

  પોલીસની પૂછપરછમાં તાંત્રિક મોતીનાથે જણાવ્યું કે સાલીઢાના ગામની રામબાઈ ધુર્વે તેને ઓળખતી હતી. એક વર્ષ પહેલા 11 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ જ્યારે રામબાઈને પૈસા પાછા આપવાની વાત કરી તો પતિ પત્નીએ રૂપિયા પરત આપવાના બદલે મારવાની ધમકી આપી હતી. તાંત્રિક આ વાતથી નારાજ હતો અને પછી મોકો મળતાં ઘટનાને અંજામ આપ્યો હતો.

  બદલો લેવા માટે 8 કિલોમીટર ચાલ્યો આરોપી
  પોલીસ પ્રમાણે 17 જુલાઈની રાત્રે મુલતાઈમાં તાપ્તી મહોત્સવ થઈ રહ્યો હતો. આ મહોત્સવમાં તાંત્રિક મોતીનાથ પણ હાજર હતો. આ ઉત્સવમાં સામેલ થયા બાદ તે બસથી રાનીપુર પહોંચ્યો હતો. જ્યાંથી પગે ચાલીને 8 કિલોમિટર ઘોડા ડોંગી પહોંચ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે અહીંથી તે ફુલગોહાન ગયો હતો. એક દુકાનથી અડધો લીટર પેટ્રોલ લીધી હતું.

  આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  પેટ્રોલ છાંટી આગ લગાડી ભાગી ગયો
  પેટ્રોલ લઈને તે રામબાઈના ગામ સાલીઢાના પહોંચ્યો હતો. તે રાત્રે ઉંઘવાની રાહ જોઈ રહ્યો હતો. રાતના આશરે દોઢ વાગ્યે દરવાજાથી રામબાઈના ઘરમાં ઘુસ્યો હતો. જ્યાં જોયું કે બંને ઉંઘી રહ્યા હતા. મોકો જોઈને તેણે પતિ પત્ની ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવીને તરત ભાગી ગયો હતો. ત્યારબાદ ઘરમાં બુમાબુમ મચી ગઈ હતી. કોઈ કંઈ સમજી શકે એ પહેલા પતિ પત્ની ખુબ જ સળગી ગયા હતા.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  બાજુના રુમમાં ઉંઘતા બાળકોએ બુમો સાંભળી
  આગમાં લપેટાયેલા દંપતી બુમો પાડવા લાગ્યા હતા. બાજુના રુમમાં ઉંઘતા બાળકોએ બુમો સાંભળી અને આગ ઓલવી હતી. લોકોએ બંનેને ઘોડા ડોંગરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અહીંથી તેમને જિલ્લા હોસ્પિટલ રેફર કર્યા હતા. રવિવાર મોડી રાતે પતિ રામરાવનું મોત થયું હતું. મહિલાની હાલત નાજુક હોવાથી મોડી રાત્રે ભોપાલ રેફર કરવામાં આવી હતી.


  અધિકારીનું શું કહેવું છે?
  સારની SDOP મહેન્દ્ર સિંહ ચૌહાણે ઘટનાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે તાંત્રિકને પતિ પત્ની પાસેથી રૂપિયા પાછા લેવાના હતા. તાંત્રિકે રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી. પરંતુ તેમણે રૂપિયા આપ્યા નહીં. એટલા માટે તાંત્રિકે દંપતીને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવ્યા હતા. જ્યાં પતિનું મોત થયું છે અને પત્નીની હાલત ગંભીર છે. તાંત્રિકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Madhya pradesh

  આગામી સમાચાર