Home /News /crime /

છોટા ઉદેપુરઃદાદૂ ગેગના પાંચ સાગરિતોએ 7લૂંટ,ઘરફોડના ગુના કબુલ્યા

છોટા ઉદેપુરઃદાદૂ ગેગના પાંચ સાગરિતોએ 7લૂંટ,ઘરફોડના ગુના કબુલ્યા

છોટા ઉદેપુરઃ પાવીજેતપુરના લોઢણ ગામે લૂંટ કરવા ગયેલ ધાડપાડુ ગેંગ રંગેહાથ ઝડપાઈ ગયા બાદ પોલીસ પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે. પકડાયેલ આ દાદુ ગેંગે સાત ધાડ અને લૂંટોને અંજામ આપ્યો છે. ફાઈરીંગ, મારામારી, ગેરકાયદેસર હથિયાર વિગેરે અનેક ગુનાઓમાં છે ગેંગની સંડોવણી ખુલી છે.

છોટા ઉદેપુરઃ પાવીજેતપુરના લોઢણ ગામે લૂંટ કરવા ગયેલ ધાડપાડુ ગેંગ રંગેહાથ ઝડપાઈ ગયા બાદ પોલીસ પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે. પકડાયેલ આ દાદુ ગેંગે સાત ધાડ અને લૂંટોને અંજામ આપ્યો છે. ફાઈરીંગ, મારામારી, ગેરકાયદેસર હથિયાર વિગેરે અનેક ગુનાઓમાં છે ગેંગની સંડોવણી ખુલી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
છોટા ઉદેપુરઃ પાવીજેતપુરના લોઢણ ગામે લૂંટ કરવા ગયેલ ધાડપાડુ ગેંગ રંગેહાથ ઝડપાઈ ગયા બાદ પોલીસ પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે. પકડાયેલ આ દાદુ ગેંગે સાત ધાડ અને લૂંટોને અંજામ આપ્યો છે. ફાઈરીંગ, મારામારી ગેરકાયદેસર હથિયાર વિગેરે અનેક ગુનાઓમાં છે ગેંગની સંડોવણી ખુલી છે.

ગત 17 મી એ પાવીજેતપુરનાં લોઢણ ગામે દૂધડેરીના કર્મચારીની લૂંટ કરવાં ગયેલ  વિશ્ણુ કાશીરામ રાઠવા, બાબુ કલ્યાણ બારીયા, પ્રવિણ નવસીંગ રાઠવા, ટીના અલ્સીંગ રાઠવા, રાકેશ રાયસીંગ રાઠવાને પોલીસે હાથ બનાવટ ની રીવોલ્વર,પિસ્ટોલ અને ચાર જીવતા કારતુસ સાથે દબોચી લઈ એક લુંટની મોટી ઘટના બનતી અટકાવી હતી. 

હાલ તો પોલીસે ધાડપાડુ ટોળકી ના પાંચ સભ્યો ને પકડી તેમને લૂંટેલ 3 કીલો ચાંદી અને 30 સોના ને કબજે કર્યુ છે જ્યારે ટોળકી ના અન્ય સાત સભ્યો ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.



આ ગેંગે કરાલા ગુનાઓ

(1) એક વર્ષ અગાઉ પાવીજેતપુર તાલુકાનાં આંબાઝટી ગામે બાઈક ઉપર રોક્ડ લઈ ને જતાં દૂધડેરીના મંત્રી ને લાકડીનો ફટ્કો મારી 1 લાખની કરી હતી લૂંટ

(2) 8 માસ અગાઉ પાવીજેતપુર તાલુકાનાં મોટાકાંટવા દૂધડેરીનાં મંત્રીને ફાંટા ગામની સીમમાં પાળીયુ મારી 2 લાખની લૂંટી  થઈ ગયા હતા ફરાર

(3) બે માસ અગાઉ પાવીજેતપુર ના ગૈડીયા ગામ ના દૂધડેરીના મંત્રીને વડાતલાવ ગામ પાસે હથિયાર બતાવી એક લાખ રૂપિયાની કરી હતી લૂંટ

(4) કવાંટ વિસ્તારમાં ખાંટીયાવાંટ રોડ ઉપર એકલી જતી સ્ત્રીને રોકી લૂંટ્યા હતાં તેણીએ પહેરેલા ઘરેણા

(5) ત્રણ માસ અગાઉ પંચ્મહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનાં દૂધડેરીના મંત્રીને ઉઢવણ ગામે આતરી ચલાવી હતી 2 લાખ ની લૂંટ

(6) સપ્તાહ અગાઉ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પાસે બાઈક ઉપર જઈ રહેલા સોની પાસેથી ત્રણ કિલો ચાંદી તેમજ સોનાના દાગીના ની કરી હતી સનસનીખેજ  લૂંટ

(7) ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન ની હદના ચલાલી ગામે અપહરણ કરવા જતાં કરી હતી ફાઈરીંગ.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ`, ફાયરિંગ, મારામારી, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन