Home /News /crime /લુટારૂઓની દહેશતથી ગ્રામજનોને આખી રાત કરવા પડે છે ઉજાગરા

લુટારૂઓની દહેશતથી ગ્રામજનોને આખી રાત કરવા પડે છે ઉજાગરા

અમદાવાદઃ રાજ્યના ઉત્તર મધ્ય ભાગમા છેલ્લા ઘણા દિવસોથી લોકો દહેસતમા છે. અને આખી આખી રાત જાગીને પોતાની સુરક્ષા પોતે કરી રહ્યા હોય તેમ હથીયારો લઇને લોકો જાગી રહ્યા છે. લોકો ને આતંકવાદીઓ કે ચડ્ડી બનીયાન ધારીઓની દહેસત વ્યાપી ગઇ છે. ત્યારે ઇટીવી ન્યુઝ પણ આ લોકો સાથે રહીને રાત્રે કેવો માહોલ હોય છે. અને કેવી દહેસત હોય તેની જાત ચકાસણી કરી હતી. જેમા ચોંકવનારો ખુલાસો થયો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

    ગાંધીનગર જીલ્લા તમામ ગામોમા આખી રાત લોકો પોતાના ઘરમા નહીં પરંતુ ગામના અલગ અલગ જગ્યા પહેરો ભરે છે. હાથમાં લાકડીઓ, ધારીયા, ચપ્પા જેવા ઘાતક હથીયારો સાથે રાખીને એક સપ્તાહથી લોકો અહીં આખી રાત જાગી ને પોતાનુ રક્ષણ ખુદ કરી રહ્યા છે.

    જો કે બીજી તરફ પોલીસ પણ આ વાત ને નકરી રહી છે. અને પોલીસ પણ આખી રાત પેટ્રોલીંગ કરી રહી છે. પરંતુ હજી સુધી કોઇ જ અસામાજીક વ્યક્તિની ધરપકડ થઇ નથી.જો કે પોલીસ આ ઘટના ને અફવા ગણાવી રહી છે.

    એટલુ જ નહીં લોકો કોઇ ગામમા આવે કે પસરા થાય તો પણ દોડાદોડી કરે છે.

     એક ગામમા કોઇ અજાણી વ્યક્તિએ દેખા દિધી હોવાની વાત સામે આવી અને આખા ગામના લોકોએ શોધ-ખોળ શરૂ કરી હતી. એટલુ જ નહીં ઝાળીમા તેમજ ખુલ્લા ખેતરોમા હથીયારો લઇને શોધ-ખોળ શરૂ કરી દીધી હતી. દહેસતમા હજી પણ લોકો જીવી રહ્યા છે.

    જો કે બીજી તરફ આ જ મુદ્દે રાજકીય પક્ષો પોતાના રોટલા શેકી રહ્યા છે. અને કોગ્રેસ આ મુદ્દે એક આંદોલન કરવાની વાત કરી રહ્યુ છે. જો કે આ તમામ દહેસતના માહોલ વચ્ચે બીજી તરફ પોલીસ પણ આ ઘટનાઓ ને લઇને સતર્ક બની ગઇ છે. અને ગાંધીનગર જીલ્લામા રાત્રે પણ પેટ્રોલીંગ ચાલુ કરી દિધુ છે. એટલુ જ નહીં ઘોડેસવાર પોલીસની પણ મદદ લેવાઇ રહી છે. અને કોઇ ગામમા જો આ પ્રકારના સમાચાર આવે તો પોલીસ તુરત જ દોડી જાય છે. પરતુ હજી સુધી આ પ્રકારે કોઇ વ્યક્તિ ની ઘરપકડ થઇ નથી.

    પોલીસ આ તમામ દહેસતને એક અફવા ગણાવી રહી છે. એટલુ જ નહીં જે રીતે વોટ્સએપ દ્વારા મેસેજો પણ ફરતા થયા છે. તે માટે પોલીસ સાયબર ક્રાઇમનો ગુનો નોંધીને તુરત જ કાર્યવાહી શરૂ કરી દિધી છે. પરંતુ હવે આ એક રાજકીય મુદ્દે છે. કે હક્કિત તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલ તો ગરીબ ગામજનો આખી રાત જાગી ને પોતાની રક્ષા ખુદ કરી રહ્યા છે. પરિણામે તેમના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે.
    First published:

    Tags: ગ્રામજનો, ટોળકી, દહેશત, રાજકારણ, વિરોધ, વિવાદ, શિક્ષણ, હુમલો