રાત્રે યુવતીના ઘરે પ્રપોઝ કરવા પહોંચ્યો આશિક, કર્યું ખતરનાક કારસ્તાન

News18 Gujarati
Updated: October 10, 2019, 8:43 PM IST
રાત્રે યુવતીના ઘરે પ્રપોઝ કરવા પહોંચ્યો આશિક,  કર્યું ખતરનાક કારસ્તાન
પ્રતિકાત્મક તસવીર

યુવતી ઘરની બહાર આવતાની સાથે આરોપીએ તેના ઉપર પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ કેરળમાં (Kerala) કોચીથી એક હચમચાવી દેનાર ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુવારે એક 17 વર્ષીય યુવતીને કથિત રીતે જીવતી સળગાવવી દીધી હતી. પોલીસના (Police) જણાવ્યા પ્રમાણે આરોપીએ પોતના પ્રેમ (Love)પ્રસ્તાનને ઠુકરાવતા પ્રેમી ગુસ્સે ભરાયો હતો અને તેનાથી ગંભીર ગુનો થયો હતો. આરોપીએ યુવતીને પ્રેમ કરવાનો દાવો કર્યો હતો. આગ લગાવવાથી પોતાનું પણ મોત થયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મિધુન પણ આગની ચપેટમાં આવી ગયો હતો જેનાથી તેનું મોત થયું હતું. આ ઘટના ઇન્ફોપાર્કના કક્કાનાડના અથાનીની છે. પોલીસ પ્રમાણે બારમાં ધોરણમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિની ઉપર આરોપીએ પેટ્રોલ (petrol) નાખીને આગ લગાવી દીધી હતી. પોલીસને આશંકા છે કે યુવકે યુવતીને આગ લગાવ્યા બાદ પોતાનું જીવ આપવા માટે તેને બાહોમાં લીધી હતી.

આ પણ વાંચોઃ-અડધી રાત્રે મહિલાનું ગળું કાપીને રસ્તા પર ફેંકી, facebookથી આરોપી ઝડપાયો

રાત્રે યુવતીના ઘરે પહોંચ્યો હતો યુવક
આરોપીથી પોતાની પુત્રીને બચાવવાની કોશિશમાં યુવતીના પિતા શાલાન પણ દાઝ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખાલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મિધુન રાત્રે સવા બાર વાગે યુવતીના ઘરે પહોંચ્યો હતો. જ્યારે યુવતીના પિતાએ દરવાજો ખોલ્યો તો તેમની પુત્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ-માતા-પિતાના ઝઘડામાં ભૂલથી પાંચ મહિનાના બાળકનું થયું મોતયુવતી ઘરની બહાર આવતાની સાથે આરોપીએ તેના ઉપર પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી હતી. પાડોશીઓ દ્વારા જાણ તથા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ-ગાય નહીં પરંતુ આ પ્રાણીના દૂધમાંથી બને છે દુનિયાનું સૌથી મોંઘુ પનીર

થ્રીક્કાકારાના ધારાસભ્ય પીટી થૉમસ પીડિતાના ઘરે પહોંચ્યા હતા. તેમણે આ ઘટનાની નીંદા કરતા તપાસની માંગણી કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर