લવ, સેક્સ ઓર ધોખા: પ્રેમિકાએ પ્રેમીની 15 વર્ષ સુધી રાહ જોઈ, યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા
લવ, સેક્સ ઓર ધોખા: પ્રેમિકાએ પ્રેમીની 15 વર્ષ સુધી રાહ જોઈ, યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા
પ્રતિકાત્મક તસવીર
Uttar pradesh crime news: બરૂરાજ સ્ટેશન ક્ષેત્રના એક ગામમાં એક યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને 15 વર્ષ સુધી તેનું યૌન શોષણ (Molestation) કર્યું હતું, પીડિતાને એક 8 વર્ષનો પુત્ર પણ છે.
મુઝફ્ફરપુર: શું કોઈ પ્રેમિકા પોતાના પ્રેમી સાથે લગ્ન (Marriage with girlfried) કરવા માટે 15 વર્ષ સુધી રાહ જોઈ શકે? તમારો જવાબ કદાચ ના હશે. અહીંયા અમે તમને એક એવી સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ જેમાં, પ્રેમ, સમર્પણની સાથે સાથે સેક્સ અને દગો (love, sex aur dhokha) જેવા શબ્દ પણ જોડાયેલા છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન (Police station) સુધી પહોંચ્યો છે. 15 વર્ષ સુધી રાહ જોતી મહિલાએ તેના પ્રેમી સાથે બદલો લેવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચી અને ન્યાયની માંગણી કરી રહી છે.
લવ, સેક્સ અને દગાની સ્ટોરી બિહારના મુઝફ્ફરપુરની છે. બરૂરાજ સ્ટેશન ક્ષેત્રના એક ગામમાં એક યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને 15 વર્ષ સુધી તેનું યૌન શોષણ કર્યું હતું, પીડિતાને એક 8 વર્ષનો પુત્ર પણ છે. 15 વર્ષ જૂની લવ સ્ટોરીમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા પીડિતાએ પોલીસ પાસે ન્યાયની માંગણી કરી છે. પીડિતાએ પ્રેમી સહિત ચાર લોકો પર આરોપ મુક્યો છે. આ સમગ્ર મામલાની પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
પીડિતાએ પોલીસને આપેલ નિવેદન અનુસાર પીડિતાના ગામના જ એક યુવકે તેને લગ્નની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ યુવતીના અન્ય યુવક સાથે લગ્ન થઈ ગયા હતા. યુવતીનો પ્રેમી યુવતીના સાસરીપક્ષના લોકોને ધમકી આપતો હતો.
આ કારણોસર યુવતીએ સાસરીમાંથી પાછું આવવું પડ્યું હતું અને તે તેની મોટી બહેનના ઘરમાં રહેતી હતી. યુવતી તેના પિયરમાં આવી તો યુવકે ફરી તે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેણે અનેક અશ્લીલ વિડીયો પણ બનાવ્યા હતા.
વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને યુવક વારંવાર તે યુવતીનું યૌન શોષણ કરતો હતો. જ્યારે પણ યુવતી યુવકને લગ્ન કરવા માટેનું કહેતી તો યુવક તેને માર મારતો હતો. પીડિતાએ એક બાળકને જન્મ પણ આપ્યો છે. યુવતીએ યુવક પર આરોપ મુક્યો છે કે, તેણે છેતરપિંડીથી અનેક દસ્તાવેજ પર સહી કરાવીને અનેક બેન્કો પાસેથી લોન પણ લીધી છે. હવે યુવતીને હપ્તા ચૂકવવા માટે પરેશાન કરવામાં આવી રહી છે.
યુવતીએ અન્ય વિગતો આપતા જણાવ્યું છે કે, તેના પ્રેમીએ 18 ડિસેમ્બરના રોજ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. આ પરિસ્થિતિમાં પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગણી કરી છે, પરંતુ યુવતીને ગામમાંથી બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર