Home /News /crime /

8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ઘરેથી ભાગી, WhatsAppની બ્લોક લિસ્ટમાં મળ્યાં 36 છોકરાઓનાં નંબર!

8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ઘરેથી ભાગી, WhatsAppની બ્લોક લિસ્ટમાં મળ્યાં 36 છોકરાઓનાં નંબર!

પ્રતિકાત્મક તસવીર

Crime News: વિદ્યાર્થિની રસ્તામાંથી ભાગી ગઇ કારણે કે તેને ડર હતો કે, તેનો ભાઇ તેને ગોરખપુરમાં ભણવાં બોલાવી લેશે તો તે તેનાં પ્રેમી સાથે વાત નહીં કરી શકે. હવે પોલીસ વિદ્યાર્થિની સાથે ભણતાં મિત્રો દ્વારા તેની સાથે પહોંચવાનાં પ્રયાસમાં લાગી છે.

વધુ જુઓ ...
  ઉત્તર પ્રદેશનાં મહરાજગંજમાં ચોવિસ કલાકથી ગૂમ આઠમાં ધોરણની વિદ્યાર્થિનીને શોધવામાં પોલીસ તે સમયે ચકરાવે ચઢી ગઇ જ્યારે તેનાં ફોન કોલ ડિટેલ્સની જાણકારી મળી. CDRથી જે વાતો સામે આવી છે તે મુજબ, વિદ્યાર્થિની 36 યુવકોથી મોડી રાત સુધી લાંબી ચેટ કરી તેમને બ્લોક કરી ચૂકી છે.

  કોણ તેને ભોળવીને લઇ ગયું, અત્યાર સુધી પોલીસ એટલાં યુવકોને જોઇને કન્ફર્મ નથી કરી શકતા કે કોણ હોઇ શકે. હવે પોલીસ સ્કૂલમાં તેની સાથે ભણનારી છોકરીઓની પૂછપરછ કરી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, વિદ્યાર્થિનીનો ક્લોઝ ફ્રેન્ડ સર્કલમાં કોણ કોણ શામેલ છે.

  પોલીસ મુજબ, શનિવારનાં એક ફરિયાદ મળી હતી કે શહેરમાં પ્રતિષ્ઠિત સ્કૂલમાં આઠમાં ધોરણાં ભનારી એક સગીરા વાર્ષિક પરીક્ષા આપવાં માટે ઘરમાંથી નીકળી પણ પરત ન આવી.

  પરિજનોએ જ્યારે સ્કૂલથી સંપર્ક કર્યો તો માલૂમ થયું કે તે, પરીક્ષા આપવાં નહોતી પહોંચી. કંઇક અનહોની આશંકાનાં પગલે યુવતીને શોધવામાં મદદની આસા લઇ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. જ્યાં પોલીસ ફરિયાદ દાખલ કરી યુવતીને શોધવામાં લાગી ગયા હતાં.

  આ પણ વાંચો-રાજકોટ : સાહેબ તે મારી સામે જોઈ કતરાયો હતો, ગાળો ભાંડી હતી એટલે મે એને મારી નાખ્યો

  વિદ્યાર્થિનીનાં ગૂમ થયાનાં કેસમાં પોલીસે પ્રારંભિક તપાસ માટે તેનો મોબાઇલ WhatsApp ચેટ શોધવાનું શરૂ કર્યું. પોલીસે WhatsApp ચેટનાં આધારે યુવતીનાં એક મિત્રને બોલાવી તપાસ શરૂ કરી. તો યુવતીનાં મિત્ર અને અન્ય યુવકોની સાથે ચેટ જોઇ છક થઇ ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.

  સીડીઆ રિપોર્ટમાં 36 નંબર એવાં મળ્યાં જેની સાથે રાત્રે બે બે વાગ્યા સુધી લાંબી ચેટ થઇ હતી. એક એક કરીને તમામ નંબરને બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં. હાલમાં જે નંબર સાથે વાતચીત ચાલુ હતી તે સગીર સાથે પુછપરછ ચાલુ છે.

  તપાસ દરમિયાન એક વિદ્યાર્થી એવો મળ્યો જેણે પુછપરછમાં જણાવ્યું કે, તે પણ તે સગીરાને પ્રેમ કરતો હતો અને તેને આર્થિક મદદ પણ કરતો હતો. તે વિદ્યાર્થીને આ વાત માલૂમ ન હતી કે, સગીરા આટલાં બધાં છોકરાઓ સાથે વાત કરતી હતી. આટલું જાણતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો તેને માંડ માંડ શાંત કરવામાં આવ્યો હતો.

  આપને જણાવી દઇએ કે, યુવતીને કોરોનાકાળમાં ઓનલાઇન ભણવાં માટે પરિજનોએ મોબાઇલ ફોન ખરીદી આપ્યો હતો. વિદ્યાર્થીએ ઘર છોડતાં પહેલાં તેનાં સ્માર્ટ ફોન ઘરે જ મુકી દીધો હતો અને તેનાં ફેસબૂક ફ્રેન્ડ સાથે ભાગી ગઇ હતી. જોકે, જતાં પહેલાં તેણેઆ વાત તેની બહેનપણી સાથે કરી હતી.

  પોલીસે બાકી બ્લોક નંબર સાથે જોડાયેલાં લોકોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. આઠમાં ધોરણમાં ભણતી સગીરા ઘરેથી વાર્ષિક પરીક્ષા આપવાનાં બહાને નીકળી હતી પણ સ્કૂલ પહોંચી ન હતી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Crime news, Facebook Love, Whatsapp, ઉત્તર પ્રદેશ

  આગામી સમાચાર