સુરતઃ બારડોલી નગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીના અપહરણ મામલે તપાસ અર્થે રાજશ્થાન ગયેલ બારડોલી પોલીસેઅપહરણનો મુખ્ય સુત્રધાર અને યુવતીનો પિતરાઇ ભાઈ પોલીસ પકડમાં આવી ગયો હતો. પરિવારની મરજી વિરુદ્ધ યુવતીએ લગ્ન કરતા અપહરણ કરાયું હતું . સુરત જીલ્લાના બારડોલી નગરમાં ગત તારીખ ૮ જુલાઈના પ્રેમલગ્ન કરનાર દંપતીના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી હતી. નગરના ૨૨ ગાળા વિસ્તારમાં રહેતા પાર્થ પટેલ નામના યુવકે રાજસ્થાનીપરિવારની યુવતી ખુશ્બુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે યુવતીના પરિવારજનોને મંજુર ના હતું . જેને લઈને ૮ મી તારીખએ મોડી રાત્રે બંને દંપતી જલારામ મંદિર નજીક ખાઉધર ગલી પાસેથી પસાર થતા હતા.
તે દરમિયાન યુવતીનો પિતરાઇ ભાઈ અન્ય સાથીદારો સાથે મળી દંપતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા .અને ત્યાં જઈ જેસલમેરમાં યુવક પાસે કોરા કાગળો પર સહી કરાવી યુવક પાર્થ ને બારડોલી મોકલી આપ્યો હતો . યુવકના પરિવારજનોની ફરિયાદ આધારે બારડોલી પોલીસએ ટીમ બનાવી રાજસ્થાન મોકલી હતી. અપહત યુવક તો બારડોલી આવી ગયો હતો. પણ અપહરણકારો પકડમાં આવ્યા ના હતા. જેથી પોલીસે રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મદદ લઈ તપાસ શરુ કરી હતી. જોકે તપાસ દરમિયાન યુવતીના પરિવારજનોના રહેણાંકે તપાસ કરતા ત્યાંથી પણ ઘર બંધ કરી ભાગી ગયા હતા. દરમિયાન મુખ્ય સુત્રધાર પોલીસ પકડની બીકે રમેશ રાજપુરોહિત જાતેજ બાલોતરા પોલીસ મથકે હાજર થઇ ગયો હતો.
મુખ્ય સુત્રધાર રમેશની પૂછપરછ શરુ કરતા યુવતીની માતાની તબિયત સારી ના હોય ત્યાં મળવા લઈ ગયાનું જણાવ્યું હતું. અને અપહરણની ઘટનાનો છેદ ઉડાડ્યો હતો. જયારે બીજી બાજુ પરિવારના કબ્જા આવી ગયેલ યુવતી ખુશ્બુએ પોતે મરજી થી લગ્ન કર્યા હતા . અને હવે તે તેના માતા પિતા સાથે રહેવા માંગતી હોવાનું બાડમેરપોલીસ સમક્ષ નિવેદન લખાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર