બારડોલીઃ નગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતી પૈકી મોડી સાંજે યુવતીના પરિવારજનોએ બંનેનું અપહરણ કરી જતા બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી હતી. યુવતીએ પરિવારની વિરુદ્ધ જઈ લગ્ન કરતા પરિવારજનોએ અપહરણ કરી રાજસ્થાન ભગાવીજતા બારડોલી પોલીસએ બે ટીમ બનાવી તપાસ શરુ કરી છે. બારડોલી નગરમાં બુધવારની મોડી રાત્રે૨૨ ગાળા વિસ્તારમાં રહેતો પાર્થ કિશોરભાઈ પટેલ રાજસ્થાની પરિવારની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા . રાબેતા મુજબ બંને દંપતી મોડી સાંજે નગરના જલારામ મંદિર નજીક થી પસાર થતા હતા ત્યારે છોકરીનો પિતરાઇ ભાઈ અને અન્ય ત્રણ સાગરીતો સાથે મળી બંને યુવક યુવતીને બળજબરી અપહરણ કરી ભાગી છૂટ્યા હતા . વિચિત્ર કિસ્સો બન્યો એ હતો કે આ ઘટનામાં યુવકએ નહિ પણ યુવતી ના પરિવારજનોએ બંનેનું અપહરણ કર્યું હતું. યુવતીના કાકાના છોકરાએ તવેરા કારમાં બંનેને લઇ ગયા હતા. મોડી રાત્રે અપહરણ કરાયાની જાણ થતા યુવકના પરિવારજનોએ ભારે દોડધામ કરી હતી. પણ આખરે કોઈ પત્તો લાગ્યો ના હતો. બાદમાં વહેલી સવારે અપહત યુવક યુવતીને યુવતીના પરિવારજનો રાજસ્થાન તરફ લઈ ગયાની હકીકત બહાર આવી હતી. જેથી બારડોલી પોલીસએ એક ટીમ રાજસ્થાન રવાના કરી હતી .
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર