જધન્ય અપરાધ: Girl friendના પરિવારે પ્રેમીને ઘરે બોલાવ્યો, પછી માથુ ધડથી અલગ કરી ફેંકી દીધો

પ્રેમિકાના પરિવારે પ્રેમીની કરી હત્યા

પહેલા પ્રેમિકાના પરિવારના સભ્યોએ ફોન કરીને ઘરે બોલાવ્યો હતો અને તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ તેના ભાઈનું માથું ધડથી અલગ કરી ગંડક નદીમાં ફેંકી દીધો

 • Share this:
  ગોપાલગંજ : બિહાર (Bihar)ના ગોપાલગંજમાં પ્રેમ સંબંધમાં (Love Affair) યુવકની ઘાતકી હત્યા (Murder)નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાને મળવા પોતાના ગામ ગયેલા પ્રેમીનો મૃતદેહ પાંચ દિવસ બાદ ગંડક નદીમાંથી મળી આવ્યો છે. શરીરના ગળાનો ઉપરનો ભાગ ગાયબ છે. યુવકનો આ શિરચ્છેદ કરાયેલો મૃતદેહ વિશંભરપુર પોલીસ સ્ટેશનના કાલા મતિહનિયા ગામ નજીક ગંડક નદીમાંથી મળી આવ્યો છે. મૃતકનું નામ પ્રેમ કુમાર છે. તે વિશાંભરપુરના રૂપચાપ ગામનો રહેવાસી હતો.

  એવું કહેવાય છે કે, પ્રેમ કુમારને વિશંભરપુરના સિપાયા ખાસ ટોલામાં એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. મૃતકના ભાઈ બુલેટ કુમાર યાદવના જણાવ્યા મુજબ, પ્રેમને પહેલા પ્રેમિકાના પરિવારના સભ્યોએ ફોન કરીને ઘરે બોલાવ્યો હતો અને તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ તેના ભાઈનું માથું ધડથી અલગ કરી ગંડક નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો, જોકે, પોલીસને હજુ સુધી માથું શોધવામાં સફળતા મળી નથી.

  સદર એસડીપીઓ નરેશ પાસવાને જણાવ્યું કે, મૃતકના સંબંધીઓના નિવેદન પર વિશંભરપુર પોલીસ સ્ટેશનમાં ઘણા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મૃતકનો શિરચ્છેદ કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

  આ પણ વાંચોરાજકોટ : પટેલ દંપતીની હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત શિવકુ અને કુલદીપ 'લંગડો' ઝડપાયો

  આ મામલો પ્રેમ સંબંધ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. જોકે, પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને હત્યાની તપાસ એફએસએલની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હત્યાના આ જઘન્ય કૃત્ય બાદ, જ્યાં મૃતકના પરિવારમાં શોકનું મોજુ પરી વળ્યું છે, ત્યારે અન્ય લોકો પણ આ ઘટનાથી ચોંકી ગયા છે.
  Published by:kiran mehta
  First published: