થાનમાં અથડામણ બાદ અજંપા ભરી શાંતિ,માલધારીઓએ ગામ છોડ્યું

થાન: સુરેન્દ્રનગરના થાનના નવા ગામમાં કોળી આધેડને કરપીણ હત્યા બાદ ઉગ્ર બનેલા માહોલમાં ચાર દિવસથી અથડામણ અને આગચંપીને પગલે ભારેલા અગ્ની જેવી સ્થિતિ સર્જાઇ હતી. મંગળવારે પણ મોરથળા ગામમાં કોળી અને ભરવાડ જ્ઞાતિના લોકો વચ્ચે ઘાતક હથિયારોથી અથડામણ થઇ હતી. જેમાં ભરવાડો અને પોલીસ પર ફાયરિંગ કરાતા 4 વ્યક્તિને ઇજા થઇ હતી. પોલીસે પણ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. અને ટોળુ બેકાબુ બનતા પોલીસે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. હાલ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ સર્જાઇ છે. ત્યારે કેટલાક માલધારીઓ ગામ છોડીને જતા રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

  • Web18
  • Last Updated :
  • Share this:

થાનના નવા ગામમાં ચોથા નોરતે કોળી રાણાભાઇની હત્યા કરાયા બાદ અથડામણનો દોર શરૂ થયો હતો. મંગળવારે પણ કોળી અને ભરવાડ જ્ઞાતીના મહિલાઓ સહિતના ટોળા તલવાર, ધારીયા અને લાકડી જેવા હથીયારો સાથે આમને સામને આવી ગયા હતા.

પોલીસ કાફલો ખડકી દેવાતા સાંજના સમયે પરિસ્થીતી સંપૂર્ણ કાબૂમાં આવી હતી. તોફાનની આગ આજુ બાજુના ગામોમાં ન ફેલાય તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારીના પગલા લઇને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બંને જૂથોમાંથી 30 અસામાજીક તત્વોની અટકાયત કરાઈ

થાનઃ થાનના મોરથળામાં ગઇકાલની જૂથ અથડામણ બાદ પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.બંને જૂથોમાંથી 30 અસામાજીક તત્વોની અટકાયત કરાઈ છે. અને જુદી જુદી જગ્યાએ રખાયા છે.
First published: