Home /News /crime /

રાજકોટઃ NRI મહિલાનું બેંક એકાઉન્ટ હેક કરી રૂ.2500 પાઉન્ડની ઉઠાંતરી

રાજકોટઃ NRI મહિલાનું બેંક એકાઉન્ટ હેક કરી રૂ.2500 પાઉન્ડની ઉઠાંતરી

રાજકોટઃ સામાન્ય રીતે કોઈ બેંકના એકાઉન્ટમાં છેતરપીંડી કરી પૈસાની ઉઠાંતરી અથવા ટ્રાન્સફર કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ રાજકોટની બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવતા એન.આર.આઈ મહિલાનું ઈમેઈલ હેક કરી અજાણ્યા શકશો દ્વારા ૨૫૦૦ પાઉન્ડ એટલેકે પચ્ચીસ લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ સામાન્ય રીતે કોઈ બેંકના એકાઉન્ટમાં છેતરપીંડી કરી પૈસાની ઉઠાંતરી અથવા ટ્રાન્સફર કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ રાજકોટની બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવતા એન.આર.આઈ મહિલાનું ઈમેઈલ હેક કરી અજાણ્યા શકશો દ્વારા ૨૫૦૦ પાઉન્ડ એટલેકે પચ્ચીસ લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

શહેરની બેક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવતા અને આફ્રિકામાં રહેતા એન.આર.આઈ મહીલા પ્રતિભાબેન કક્કડના બેક એકાઉન્ટમાં રહેલી ૨૫૦૦ પાઉન્ડની એફ.ડીને લંડનની બેંકમાં ટ્રાન્સફર કરવાનો ઈમેઈલ આવતા રાજકોટની બેંક દ્વારા ૨૫૦૦ પાઉન્ડ એટલેકે ૨૫ લાખ રૂપિયા લંડનની બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પરંતુ હકીકત એ હતીકે રાજકોટની બેંક ઓફ ઇન્ડિયને જે પ્રતિભાબેનના મેઈલ આઈડી પરથી મેઈલ આવ્યો હતો તે હેકર દ્વારા હેક કરવામાં આવ્યું હતું અને હેકર દ્વારાજ બેન્કને પૈસા ટ્રાન્સફરનો ઈમેઈ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતાજ રાજકોટની બેક ઓફ ઇન્ડીયાના મેનેજર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજકોટની બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર દ્વારા ઈમેઈલ દ્વારા થયેલી છેતરપીંડીની ફરિયાદ બા હવે પોલીસે તમામ પુરાવાઓ એકઠા કરવા કામે લાગી છે તો સમગ્ર મામ્લેને ઉકેલવા સાઈબર એક્સપર્ટની પણ મદદ લેવામાં આવશે. મહિલાનું ઈમેઈલ હેક કરીને તેના નામથી રાજકોટની બેન્કને બે વખત મેઈલ કરવામાં આવ્યો જેમાં પ્રથમ મેઈલમાં ૨૦૦૦ પાઉન્ડ અને બીજા મેઈલમાં ૫૦૦ પાઉન્ડ લંડનની બેંકમાં ટ્રાન્સફર કરવા જણાવવામાં આવ્યું હતું અને બેન્કની જરૂરી ફોર્મ તથા પ્રોસીઝર પણ પૂર્ણ કરવામાં આવી હતી, જે બાદ રાજકોટની બેંક દ્વારા ૨૫૦૦ પાઉન્ડ લંડનની બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પોલીસે સાઈબર નીશાનાતની મદદ લઈને મહિલાની ઈમેઈલ હેક કઈ રીતે થયું અને મેઈલ ક્યાંથી થયો જેવા મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો પોલીસને એવી પણ શંકા છેકે ઈમેઈલ હેક કરવામાં અને પૈસાની ઉઠાંતરી કરવામાં કોઈ જાણભેદુ પણ હોઈ શકે છે ત્યારે હવે જોવું રહ્યું કે મહિલા સાથે ઓનલાઈન છેતરપીંડી કરવામાં કોનો હાથ છે તો સવાલ એ પણ થાઈ છેકે ફક્ત એકજ મેઈલ થી બેંક દ્વારા આટલી મોટી રકમ કઈ રીતે ખાતરી કાર્ય વગર ટ્રાન્સફર કરવામાં આવી.
First published:

Tags: એનઆરઆઇ, છેતરપીંડી, દેશ વિદેશ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन