ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદને સુપ્રીમ કોર્ટની નોટિસ

ઘાસચારા કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને નોટિસ પાઠવી છે. લાલુના વિરૂદ્ધ સીબીઆઇની અરજીને લઇને નોટિસ પાઠવી છે. સીબીઆઇએ એક એફઆઇઆરમાં કેટલાક આરોપોને દૂર કરવા માટે આ અરજી કરી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ ઘાસચારા કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને નોટિસ પાઠવી છે. લાલુના વિરૂદ્ધ સીબીઆઇની અરજીને લઇને નોટિસ પાઠવી છે. સીબીઆઇએ એક એફઆઇઆરમાં કેટલાક આરોપોને દૂર કરવા માટે આ અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટે લાલુને જામીન આપ્યા હતાં. આ અગાઉ લાલુને કોર્ટ દ્વારા દોષિત જાહેર બાદ તેઓ રાંચીની જેલમાં બંધ હતા. લાલુને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેઓ 12 મહિનાની સજા જેલમાં કાપી ચૂક્યા છે.

ઘાસચારા કૌભાંડમાં દોષિત હોવાના કારણે લાલુ ચૂંટણી લડી શકે નહીં, પરંતુ તેઓએ ચૂંટણીપંચ પાસેથી માન્યતા પ્રાપ્ત રાજ્યની રાજકીય પાર્ટીના અધ્યક્ષ પદે ચાલુ છે. ઘાસચારા કૌભાંડનો ખુલાસો થયા બાદ વર્ષ 1996માં લાલુની ધરપકડ કરાયા બાદ તેમને જેલમાં જવું પડ્યું હતું. ત્યાર બાદ તેમના પત્ની રાબડી દેવી મુખ્યમંત્રી બન્યા હતાં.
First published: