Home /News /crime /29 વર્ષની મહિલાએ સગીર બાળક પર ગુજાર્યો બળાત્કાર, પોલીસે Posco હેઠળ કરી ધરપકડ

29 વર્ષની મહિલાએ સગીર બાળક પર ગુજાર્યો બળાત્કાર, પોલીસે Posco હેઠળ કરી ધરપકડ

29 વર્ષની મહિલાએ સગીર બાળક પર ગુજાર્યો બળાત્કાર

Crime News: એક 29 વર્ષની મહિલાએ સગીર બાળકની સાથે યૌન શોષણનો ગંભીર આરોપ લાગ્યો છે. બાળકનાં પરિવારજનોની ફરિયાદને આધારે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે અને આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.

મહારાષ્ટ્રનાં અકોલામાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં મહિલાએ એક સગીર બાળકની સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરી આરોપી મહિાલની ધરપકડ કરી લીધી છે. 17 વર્ષનાં યુવકની સાથે બનેલી આ ઘટનાતી સૌ કોઇ ચૌંકી ગયા છે. 29 વર્ષિય મહિલા પતિથી અલગ રહે છે અને તેની સાથે તેની બહેનની દીકરી રહે છે.

પોલીસનું કહેવું છે કે, આરોપી મહિલા એક દાળની મિલમાં કામ કરે છે. જ્યાં તેની મુલાકાત આ સગીર બાળક સાથે થઇ હતી. તે દરમિયાન તેમનાં વચ્ચે પ્રેમ થઇ ગયો. પછી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો. 31 જાન્યુઆરીનાં આરોપી મહિલાએ તેની બહેનની દીકરીને છોડીને ક્યાંક ચાલી ગઇ. 9 વર્ષની બાળકીને રડતાં જોઇ આડોસ પાડોસનાં લોકો તેની માસીને શોધવાનું શરૂ કરી દીધુ હતું. પણ બે દિવસ સુધી તેનો કોઇ પત્તો ન હોતો મળ્યો.

આ પણ વાંચો-રાજકોટ: આઈસક્રીમ પાર્લરનાં નામે ધમધમે છે કપલ બોક્સ, ના જોવાનાં દ્રશ્યો થયા કેમેરામાં કેદ

પછી MIDC પોલીસ સ્ટેશનમાં મહિલાની ગૂમ થાયની ફરિયાદ લખાવવામાં આવી. આ દરમિયાન માલૂમ થયું કે એક સગીર બાળક પણ ગૂમ છે જેની તપાસ પણ પોલીસ કરતી હતી. પણ 9 ફેબ્રુઆરીનાં યુવક અચાનક જ ઘરે પરત આવી ગયો. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો આખો મામલો ખુલીને સામે આવ્યો.

સગીરનાં જણાવ્યાં અનુસાર, આરોપી મહિલાને શોધવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી. સગીરનાં પરિજનોની ફરિયાદને આધારે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે થાણેનાં દરોગા શ્રીરંગમનાં જણાવ્યાં અનુસાર આરોપી મહિલાની પૂછપરછ ચાલુ છે. તેનાં નિવેદનનાં આધારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટના બાદથી સૌ કોઇ હેરાન છે.

જૂનાગઢમાં યુવાનને ટીન્ડર પર ચેટિંગ કરવી ભારે પડી, માર ખાઇ ગુમાવ્યાં 55,000 રૂપિયા


જૂનાગઢ શહેરમાં હનીટ્રેપનો (Honey Trap) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગત રોજ એક યુવાનને ટીન્ડર એપ પર યુવતી સાથે મેસેજમાં મીઠી મીઠી વાતો કરવી 55 હજાર રૂપિયામાં પડી. આ યુવાનને મળવા માટે બોલાવી તેનાં ગૂગલ પે અકાઉન્ટ (G-Pay) માંથી 31,000 અને ડેબિટ કાર્ડનો પિન મેળવી ATMમાંથી 24,000 ઉપાડી લીધા હોવાનો બનાવ બન્યો છે. આ અંગે યુવાને ચાર અજાણ્યા યુવાનો સામે ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના બોડગવાસમાં રહેતા 28 વર્ષિય રવિ હરિભાઈ સોલંકીને થોડા દિવસ પહેલા છોકરા છોકરી વિશે માહિતી મળે તેવી ટીન્ડર એપ વિશે માહિતી મળી હતી. આથી તેણે તે એપ ડાઉનલોડ કરી હતી.ગઈકાલે એક આઈડી પર રવિ સોલંકીને વાત થઈ હતી. તેમાં એક છોકરીનાં નામે અજાણ્યા શખ્સે મીઠી મીઠી વાતના મેસેજ કર્યા હતા.બપોરે ત્રણેક વાગ્યે રવિ આ એપ મારફતે કહેવાતી છોકરી સાથે મેસેજમાં વાત કરતો હતો ત્યારે તેને જે તે કહેવાતી યુવતીએ મળવા માટે બોલાવ્યો હતો .પહેલા તો રવિએ ના પાડી હતી. બાદમાં મેસેજ કરી કોઈ પ્રોબ્લેમ નહિ થાય તેમ કહી રવિ સોલંકીને ઘાંચીપટ વિસ્તારમાં આવેલા કસરે ખ્વાજા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બોલાવ્યો હતો. વધુ માહિતી વાંચવાં અહીં ક્લિક કરો
First published:

Tags: Crime news, Minor raped, Posco