ડેન્ટલ સ્ટુડન્ટની હત્યામાં પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો, બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ હતી દોસ્તી

આરોપી અને યુવતીની તસવીર

dental student murder: રહીન અને મનસા બંને બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. બાદમાં યુવકે તેને સતત હેરાન કરવાનું શરૂ કર્યું. આ સાથે મનસાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 • Share this:
  કોચીઃ કોઠમંગલમના (kothamangalam) નેલ્લિકુઝીમાં એક કોલેજની વિદ્યાર્થીનીને ગોળી મારીને હત્યાની (dental student shoot death) ચકચારી ઘટના બની હતી. વિદ્યાર્થીનીની હત્યાની આ ઘટનામાં પોલીસે (Police) ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી રહીન અને મનસા બંને બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મળ્યા હતા. બાદમાં યુવકે તેને સતત હેરાન કરવાનું શરૂ કર્યું. આ સાથે મનસાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  જોકે, બાદમાં કન્નૂર ડીવાયએસપીની હાજરીમાં આ મુદ્દો ઉકેલાયો હતો. પોલીસે કેસ નોંધ્યા વગર જ મામલો થાળે પાડ્યો હતો કેમ કે રાખિલે તેમને ખાતરી આપી હતી કે તેમનો ત્રાસ આપવામાં આવશે નહીં. પરંતુ એવા સંકેત મળી રહ્યા છે કે મનસાની હત્યા કરવાનું કારણ નફરત હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રહીનતેની હત્યા કરવાના ઇરાદાથી કોથમંગલમ આવ્યો હતો. રાહુલને કોઈ બીજા દ્વારા મદદ કરવામાં આવી હતી કે કેમ તે સહિતની પોલીસ તપાસ કરી રહી છે. રહીનને બંદૂક ક્યાંથી મળી તે સહિતની વિગતો હજુ સુધી જાણવા મળી શકી નથી.

  ઉલ્લેખનીય છે કે કોઠમંગલમના નેલ્લિકુઝીમાં એક કોલેજની વિદ્યાર્થીની યુવકે ગોળી મારી હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ માઇલ 2, નારથ, કન્નૂરની 24 વર્ષીય પીવી મનાસા તરીકે થઈ છે, જે નેલીકુઝીમાં ઈન્દિરા ગાંધી ડેન્ટલ કોલેજમાં હોમ સર્જરીની સ્ટુડન્ટ હતી. મૂળ કન્નુરના રહેવાસી રહીન નામના યુવકે વિદ્યાર્થીનીની ગોળી મારી હત્યા કરી દીધી છે.

  આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

  આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

  પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે જ્યારે પીવી મનસા નામની વિદ્યાર્થીની પોતાની સહેલીઓ સાથે ઘરમાં હતી, ત્યારે રહીન નામનો યુવક અચાનક ઘરમાં ઘુસી ગયો અને અચાનક ફાયરીંગ શરૂ કરી વિદ્યાર્થીનીની મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ યુવકે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની અન્ય યુવતીઓ ગભરાઈ ગઈ હતી. આ મામલે કોલેજ તંત્ર અને પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

  પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી અનુસાર, યુવક કનુરથી મનાસાને મારવા માટે આવ્યો હતો. પોલીસે હાલમાં યુવતી અને યુવકની લાશને પીએમ માટે ખસેડી છે. પોલીસ હવે કેમ યુવકે યુવતીની હત્યા કરી તે મામલે તપાસ શરૂ કરશે. પહેલી નજરથી પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે.
  Published by:ankit patel
  First published: