હાઇવે પર અજાણ્યા ઇસમોને લીફ્ટ આપતા ચેતજો,નહીં તો લૂંટાઇ જશો

સુરતઃખેડાથી સુરત જવાનું કહી બેસેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કોસંબા નજીક ટ્રક ડ્રાઇવર પર હુમલો કરી લૂંટી લીધો હતો. અને કપડા ભરેલી ટ્રક લઇ ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસની નાકાબંધી જોતા ટ્રક હથોડા ગામ નજીક મુકી ભાગી છુટ્યા હતા.

  • Web18
  • Last Updated :
  • Share this:
સુરતઃખેડાથી સુરત જવાનું કહી બેસેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કોસંબા નજીક ટ્રક ડ્રાઇવર પર હુમલો કરી લૂંટી લીધો હતો. અને કપડા ભરેલી ટ્રક લઇ ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસની નાકાબંધી જોતા ટ્રક હથોડા ગામ નજીક મુકી ભાગી છુટ્યા હતા.

અમદાવાદ ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રકમાં કપડાનો જથ્થો ભરી ડ્રાયવર મહમંદ જહાંગીર ઈસા મહારાષ્ટ્રના ઉલાસનગર જવા નીકળીયો હતો.અને ખેડાથી ત્રણ મુસાફરો સુરત જવાનું કહી ટ્રકમાં બેઠા હતા.તે દરમ્યાન સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે આઠ પર ત્રણ મુસાફર પેકી એકે ટોયલેટ જવું છે કહી ટ્રક ઉભી રાખવા કહ્યું હતું.

આથી ટ્રક ડ્રાયવરે ટ્રક ઉભી રાખતા એક ટ્રક માંથી નીચે ઉતરીયો હતો .જયારે ટ્રકમાં બેઠેલા અન્ય બે જણાએ ટ્રક ડ્રાયવરનું  ગળું દબાવવાનો પ્રયાસ કરિયો હતો.અને નીચે ઉતરેલો અન્ય એક પણ ટ્રકમાં આવી ડ્રાયવર પર ચપ્પુથી તૂટી પડી ડ્રાયવર ને ટ્રકમાંથી બહાર ફેકી ટ્રક લઈ ભાગી છૂટ્યા હતા.

ટ્રકમાં ખેડાથી મુસાફર બની બેઠેલા ત્રણ અજાણ્યા મુસાફરો લુંટારા નીકળતા
ટ્રક ડ્રાયવર ગભરાય ગયો હતો અને બુમાબુમ કરતા ત્રણેય લુટારા કપડા ભરેલી
ટ્રક લઇ મુંબઈ તરફ ભાગ્યા હતા.લુંટ થયાની જાણ કોસંબા પોલીસને થતા પોલીસે તમામ રસ્તા પર નાકાબંધી કરી દીધી હતી આથી ગભરાયેલા લુંટારા હથોડા ગામ નજીક ટ્રક મૂકી ફરાર થઇ ગયા હતા.

જોકે લૂટના પગલે ઊંચ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવિયો હતો.તે દરમ્યાન હથોડા ગામના સરપંચે તેમના ગામ જવાના રસ્તા પર એક બિનવારસી ટ્રક પડી હોવાનું જણાવતા પોલીસ કાફલો ત્યાં પોહચી
ગયો હતો અને ટ્રકનો કબજો લઇ તપાસ કરી રહી છે.
First published: