Home /News /crime /કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

આત્મહત્યાનો પ્રયત્ન કરનાર દંપતી

Kollam news: ગયા મહિનાની 13મી તારીખે આ દંપતીનાં લવ મેરેજ થયાં હતાં. શ્રીજીથ અને અશ્વતિના લગ્નની શરૂઆતમાં તેમના પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં શ્રીજીથના માતાપિતાએ લગ્નમાં સહકાર આપ્યો.

કોલ્લમઃ સામાન્ય રીતે લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે (husband wife) નાની મોટી તકરાર થતી રહે છે. પરંતુ ક્યારેક આવી તકરારનો (couple fight) અંત કરૂણ પણ આવતો હોય છે. આવી જ એક ઘટના કોલ્લમમાં (kollam) બની હતી. અહીં ગત 13મી તારીકે પ્રેમ લગ્ન (love marriage) કરનાર યુગલે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ખાનગી મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. બંને વચ્ચે કોઈ વાતને લઈને તકરાર થઈ હતી. બંનેએ પોતાને ખતમ કરવાનો નિર્ણય કરતા મામલો વણસ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે કોલ્લમના નેદુમ્બના ચર્ચમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર યુગલમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ શ્રીજીથ હતી. તે કોલ્લમના પલ્લીમાનનો વતની છે. તે 22 વર્ષનો હતો. શ્રીજીથની પત્ની અશ્વતીની કોલ્લમની ખાનગી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગયા મહિનાની 13મી તારીખે આ દંપતીનાં લવ મેરેજ થયાં હતાં. શ્રીજીથ અને અશ્વતિના લગ્નની શરૂઆતમાં તેમના પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં શ્રીજીથના માતાપિતાએ લગ્નમાં સહકાર આપ્યો. પરંતુ લગ્ન પછી બંને વચ્ચે મતભેદ થયા હતા અને છેલ્લા કેટલાક દિવસોમાં તે તીવ્ર બની ગયો છે.

આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

ગયા શુક્રવારે શ્રીજીથ અને અશ્વતિ વચ્ચે ભારે તકરાર થઈ હતી અને ત્યારબાદ શ્રીજીથે પોતાને ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. આ જોઈને પત્ની અશ્વતિએ ગોળીઓનો ઓવરડોઝ લઈ પોતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો.
" isDesktop="true" id="1113739" >

ઘટનાની જાણ થતાં બંનેને પરિવાર અને પડોશીઓ દ્વારા મીયેન્નુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન આજે સવારે શ્રીજીથનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અશ્વતિની કોલ્લમની ખાનગી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કોલ્લમ કન્નનલ્લુર પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધ્યો છે.
First published:

Tags: Couple, આત્મહત્યા, ગુનો