Delhi news: દિલ્હીમાં રસ્તા ઉપર ખેલાયો ખૂની ખેલ, ખુલ્લેઆમ યુવકની હત્યા, video viral
Delhi news: દિલ્હીમાં રસ્તા ઉપર ખેલાયો ખૂની ખેલ, ખુલ્લેઆમ યુવકની હત્યા, video viral
દિલ્હી પોલીસ ફાઈલ તસવીર
delhi crime news: ત્રણ હુમલાખોરો આવીને (knife attack on boy) અચાનક ભરબજારમાં આ યુવક પર ચાકુથી વારંવાર હુમલો કરીને મોતને (boy killed in market) ઘાટ ઉતારી દે છે. લોકો આ તમાશો જોઇ રહ્યાં હતા.
નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા (Social Media) પર અવારનવાર વીડિયો (Video) વાયરલ થતા રહે છે, પરંતુ લોકોને ભયભીત કરી નાંખે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ વીડિયો (video) લોકોની સંવેદનશીલતા પર સવાલ ઉભો કરી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ત્રણ હુમલાખોરોએ એક યુવાકની રસ્તા પર હત્યા (Boy murder) કરી નાંખી છે, આ ઘટના બની ત્યારે આસપાસ ભીડ પણ હતી. આ ઘટના દિલ્હીના સીમાપુરી (Seemapuri) બજારની છે.
મળતી માહિતી મુજબ, ત્રણ હુમલાખોરો આવીને અચાનક ભરબજારમાં આ યુવક પર ચાકુથી વારંવાર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દે છે. લોકો આ તમાશો જોઇ રહ્યાં હતા, પરંતુ ભીડમાંથી કોઇ પણ યુવકનો જીવ બચાવવા આગળ ન આવ્યું. એટલું જ નહીં લોકો આ આખી ઘટનાનો વીડિયો બનાવી રહ્યાં હતા.
શું છે આખી ઘટના?
સીમાપુરી બજારમાં બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ 3 લોકોએ યુવક શાહરુખને ઘેરી લીધો હતો, એક હુમલાવરે લોખંડની ખુરશી વડે પણ હુમલો કર્યો અને સાથે ચાકુના ઘા પણ માર્યા. થોડી વારમાં જ શાહરુખ અચેત થઇને જમીન પર ઢળી પડ્યો. આ આખી ઘટનાનો વીડિયો લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.
દેશની રાજધાની દિલ્હીમાં ખુલ્લેઆમ એક યુવકની હત્યા કરવામાં આવે છે અને લોકો મૌન રહીને આ ઘટના નિહાળતાં જોવા મળ્યા. આ ઘટનામાં પોલીસની તપાસમાં જાણવા મળ્યુ કે, મૃતક સીમાપુરી વિસ્તારમાં રહેતો હતો અને તેનું નામ શાહરુખ હતુ. વીડિયો વાઇરલ થતા પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ મેળવી, આરોપી જુબેર અને આદિત્ય ની ધરપકડ કરી લીધી છે. જોકે ત્રીજા નંબરનો આરોપી જફર હજુ ફરાર છે.
શા માટે કરવામાં આવી હત્યા?
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક શાહરુખ આરોપીની એક પરિણિતિ બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો, જેના કારણે આ હત્યા થઇ હોવાનું બહાર આવ્યુ હતું. આખી ઘટના પછી હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
શાહરુખ ઘાયલ હોવાથી લોકોએ તેને GTB હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે ઘટનાની આસપાસના વિસ્તારનાં સીસીટીવી ફુટેજ ચેક કર્યા અને આરોપી ઓળખ થઇ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર