Home /News /crime /

પોરબંદરઃબે બોટ પર ફાયરિંગ કરી 12 માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ

પોરબંદરઃ એક તરફ પાકિસ્તાન 22 ભારતીય બોટોને મુક્ત કરવા જઈ રહ્યુ છે જે અન્વયે આગામી બે-ત્રણ દિવસમાં ભારતીય ડેલીગેશન આ બોટોના સર્વે માટે પાકિસ્તાન જવાનુ છે.તેવામાં આજે ફરી એક વખત પાકિસ્તાન મરીને 2 બોટો સાથે 12 માછીમારોના અપહરણ કરતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પોરબંદરઃ એક તરફ પાકિસ્તાન 22 ભારતીય બોટોને મુક્ત કરવા જઈ રહ્યુ છે જે અન્વયે આગામી બે-ત્રણ દિવસમાં ભારતીય ડેલીગેશન આ બોટોના સર્વે માટે પાકિસ્તાન જવાનુ છે.તેવામાં આજે ફરી એક વખત પાકિસ્તાન મરીને 2 બોટો સાથે 12 માછીમારોના અપહરણ કરતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગઇકાલે વહેલી સવારે ભારતીય જળસીમા નજીક ફિશીંગ કરી રહેલી 4  ઓખાની ફિશીંગ બોટ પર પાકિસ્તાન મરીને ફાયરિંગ કરીને તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો જેમાંથી બે બોટો અને 12 માછીમારોને ભાગવામાં સફળતા મળી હતી જ્યારે અન્ય બે બોટ સાથે 12 માછીમારોનુ પાકિસ્તાન મરીને અપહરણ કરીને તેઓને કરાચી તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાનુ પોરબંદરના માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મનીષ લોઢારીએ જણાવ્યુ હતુ.

ઉલેખ્ખનીય છે કે,ગઈકાલે ભારતીય કોસ્ટગાર્ડ જખૌ નજીકની ભારતીય જળસીમામાં ઘુસેલ 1 પાકિસ્તાની બોટ સાથે 11 માછીમારોને ઝડપ્યા હતા.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, દરિયો, પાકિસ્તાન, બોટ, માછીમાર, વિવાદ

આગામી સમાચાર