રાજકોટઃ શહેરમાં રણછોડનગરમાં બંગડીનું કારખાનું ધરાવતા ખત્રી યુવાનને માલીયાસણ ગામે કારીગર બતાવવાના બહાને લઈ જઈ યુવતી સાથે ફોટા પડાવી પોલીસના સ્વાંગમાં આવેલા ટ્રાફીક વોર્ડન સહિતની ટોળકીએ દાગીના, રોકડની લુંટ ચલાવત્રણ લાખની ખંડણી માગતા સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે બી-ડીવીઝન પોલીસે તત્કાલ લુંટ અને ખંડણી માગનાર ટોળકીની બે યુવતી સહિત ચાર શખસોને દબોચી લીધા હતા.
રાજકોટના રણછોડનગર શેરી નં.21માં રહેતા ચિરાગ રમેશભાઈ મણીયાર ઉ.વ.20 નામનો ખત્રી યુવાન ગત તા.21/11/2015ના રોજ તેના સંત કબીર રોડ પર આવેલ બંગડીના કારખાને હતો ત્યારે વિશાલ દેવજી મકવાણા (રહે. શિવાજીનગર-12)એ ફોન કરી માલીયાસણ ગામે બોલાવી ગામની સીમમાં લઈ જઈ બે યુવતીઓ સાથે ફોટા પડાવી ા.3 કરોડની ખંડણી માગી ા.15 હજારની રોકડ, ચેન, મોબાઈલ મળી કુલ 1.05 લાખની મત્તા લૂંટી લઈ રીક્ષામાં નાખી સંત કબીર રોડ પર ફેંકી દઈ નાસી જઈ અવારનવાર પોલીસના નામે ફોન કરી .ત્રણ લાખની ખંડણી માગી ધમકી આપતા હોવાનું બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની જાણ થતા બી-ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ વિશાલ દેવશી મકવાણા તથા તેની બેન સેજલ અશોક પરમાર (રહે. માલીયાસણ), તેના મામાનો પુત્ર હિતેષ દિલીપ ભલગામડીયા (રહે. શિવાજીનગર) તથા સપ્ના હરી ગામોદ (રહે. માલીયાસણ)ને ચાર શખસોને સકંજામાં લઈ આકરી પુછપરછ હાથ ધરી હતી. જયારે રીક્ષાચાલક કાનાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ક્રાઇમ, ખંડણી, ગુનો, છેતરપીંડી, ટોળકી, ઠગાઇ, લૂંટારૂ