1.8કરોડની કેસવાન લૂંટ-હત્યાના આરોપીઓ 6 દિવસના રીમાન્ડ પર

બોટાદઃ અમદાવાદની રૂ.1.8 કરોડની એટીએમ કેશવાન લુટ કેસ અને તેમાં સંડોવાયેલ રાજન મારવાડીની ગઢડા પાસે હત્યા કેસના બે આરોપીઓને ૬ દિવસના રિમાન્ડ ગઢડા કોર્ટે મંજૂર કર્યા છે.

બોટાદઃ અમદાવાદની રૂ.1.8 કરોડની એટીએમ કેશવાન લુટ કેસ અને તેમાં સંડોવાયેલ રાજન મારવાડીની ગઢડા પાસે હત્યા કેસના બે આરોપીઓને ૬ દિવસના રિમાન્ડ ગઢડા કોર્ટે મંજૂર કર્યા છે.

  • News18
  • Last Updated :
  • Share this:
બોટાદઃ અમદાવાદની રૂ.1.8 કરોડની એટીએમ કેશવાન લુટ કેસ અને તેમાં સંડોવાયેલ રાજન મારવાડીની ગઢડા પાસે હત્યા કેસના બે આરોપીઓને ૬ દિવસના રિમાન્ડ ગઢડા કોર્ટે મંજૂર કર્યા છે.

અમદાવાદ એટીએમ કેશવાનમા રહેલ ૧.૮ કરોડની લૂંટ કરીને રવી ચૌધરી, ઓમાન, રાજન મારવાડી, અને રફીક ઉર્ફે મુનડીયો આ તમામ ભાગીને બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સામાગામના ઘનશયામભાઈ ગાબુની વાડીયે જઈ દારૃની મહેફીલ કરી હતી.

ત્યાર બાદ રુપિયા ના ભાગ પાડવાના મામલે બોલાચાલી થતાં ઓમાને અને રફિકે ગત તા. ૧૪ ડિસેમ્બર ગઢડના હરીપર ગામની સીમમાં રાત્રીના રાજન મારવાડી ને છરીના ઘા મારી તેમજ ઓમાને માથાના ભાગે લોખંડની હથોડી મારી તેમજ પેટ્રોલ છાંટી સળગાવીને રાજન મારવાડીને મોતને ઘાટ ઉતારી આ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ત્યારે આ બંને આરોપીઓને અમદાવાદ કારાઈમે ઝડપી પાડયા હતા જે બંને આરોપીઓને ગઢડા પોલીસે ટ્રાન્સફર વોરંટ થી ગઢડા લવાયા હતાં જે બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા ગઢડા કોર્ટ ૨૫ તારીખ (૬) દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.
First published: