અમદાવાદની 1.8કરોડની લૂંટનો મુખ્ય સુત્રધાર નોમાન યુપીમાં પકડાયો

અમદાવાદઃઅમદાવાદમાં તાજેતરમાં થયેલી બેન્કની કેશવાનની રૂ.1.8 કરોડની લૂંટનો મુખ્ય આરોપી નોમાન રાજપૂતની યુપીના બંલુદ શહેરમાં ધરપકડ કરાઇ છે. ક્રાઇમબ્રાંચે ટ્રાન્સફર વોરંટને આધારે કબજો લેવા તજવીજ હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃઅમદાવાદમાં તાજેતરમાં થયેલી બેન્કની કેશવાનની રૂ.1.8 કરોડની લૂંટનો મુખ્ય આરોપી નોમાન રાજપૂતની યુપીના બંલુદ શહેરમાં ધરપકડ કરાઇ છે. ક્રાઇમબ્રાંચે ટ્રાન્સફર વોરંટને આધારે કબજો લેવા તજવીજ હાથ ધરી છે.

ICICI બેંકની કેશવાનમાંથી 1.08 કરોડની લૂંટ થઇ હતી. જેમાં નોમાન મુખ્યસુત્રધાર હતો. યુપી પોલીસે બુલંદ શહેરમાંથી નોમાનની વેપન સાથે ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાંચે નોમાનનો કબજો લેવા કાર્યવાહી શરૂ કરી છે. 1.08 કરોડની લૂંટ કેસમાં બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જ્યારે લૂંટ કેસમાં સામેલ રાજન મારવાડીની સાથીઓએ જ હત્યા કરી હતી. લૂંટ કેસમાં હજુ પણ એક આરોપી વોન્ટેડ છે.
અમદાવાદમાં કેશ વાનનો ડ્રાઈવર જ 1.8 કરોડની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. એ.ટી.એમ.માં પૈસા મૂકવા નીકળેલીCMS કંપનીના ડ્રાઈવરે જ પોતાના સહ-કર્મીઓને થાપ આપી 1.08 કરોડ રૂપિયા લઇ ફરાર થઇ ગયો હતો.કૃષ્ણનગર વિતારમાં આવેલી ભગીરથ પાર્ક પાસેના ICICI  બેંકના એટીએમમાં કેશવાન પૈસા ભરવા આવી હતી.પરંતુ રવિ ચૌધરીને ખુબ ઓછા સમયમાં પૈસાદાર બની જવાની લાલચે તેને આજે જેલ હવાલે કરી મુક્યો છે.આ લૂંટમા નોમાન રાજપુતને યુપી પોલીસે હથિયાર સાથે ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટ્રાન્સફર વોરંટથી નોમાને અમદાવાદ લાવવામા આવ્યો હતો.નોમાંનની ધરપકડ બાદ થયા ખુલાસા

1: રાજનની હત્યા હથોડી અને ચપ્પા વડે કરાઈ હતી.

2: ફરાર આરોપી રફીક ગુજરાતમાં હોવાની આશંકા

3: નોમાંનના પરિવાર મારફતે ક્રાઈમ બ્રાંચને જાણ થઇ કે નોમનની યુ.પી માં ધરપકડ થઇ

4:ગુજરાત પોલીસથી બચવા નોમન યુ.પી પોલીસ સમક્ષ હાજર થયો

5: નોમન ફરાર હતો ત્યારે કાશ્મીર ગયો હોવાની આશંકા

6: નોમાંનના ભાગના રૂપિયા દિલ્હીમાં એક પરિચિત વ્યક્તિ પાસે છે.લગભગ એક મહિના અગાઉ કૃષ્ણનગરમાં એક કરોડ આઠ લાખ કેશવાનની ચોરી કેસમા રફીક ઉર્ફે મુન્નો કાઠ્યાવાડી હજી પોલીસના સર્વેલન્સમાં આવ્યો નથી પરતું સુત્રો મારફતે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે છે કે  થોડા દિવસો અગાઉ રફીક ઉર્ફે મુન્નો મારવાડી અમદાવાદના પૂર્વ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇને નીકળી ગયો હતો.અને આ વાતની જણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને થઇ પણ હતી.કયા કારણોસર ક્રાઈમ બ્રાંચ રફીક સુધી પોહચી શકી નહિ તે કોઈ જાણતું નથી.અને આવી જ હાથ તાળી રફીકે બોટાદ પોલીસને અગાઉ આપી ચુક્યો છે.
First published: