દર્દનાક ઘટના! 21 વર્ષીય નરાધમને છ વર્ષની બાળકીને બે વર્ષ સુધી પીંખી, અંતે માસૂમને દોરડા વડે મારી નાંખી

દુષ્કર્મના આરોપી અર્જૂનની તસવીર

kerala news: 21 વર્ષીય અર્જુનને શરૂઆતથી જ પીડિત પરિવાર સાથે સારા સંબંધો ધરાવે છે. અર્જુન વારંવાર તેના ઘરમાં જતો હતો. અને ઘરના બાળકો સાથે રમતો હતો. અર્જુન સારો છે એમ માનીને બાળકોના માતા-પિતા અને ભાઈઓ પણ કામ ઉપર જતાં હતાં.

 • Share this:
  ઇડુક્કીઃ મહિલાઓ અને બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ (molestation with girl and women) દેશ અને દુનિયામાં રોજરોજ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના સામે આવતી રહે છે. જોકે કેરળમાં એક ચકચારી અને કમકમાટી ભરી દુષ્કર્મ અને હત્યાની ઘટના (murder) સામે આવી છે. અહીં એક 21 વર્ષીય નરાધમ યુવકે બે વર્ષ સુધી છ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવતો રહ્યો હતો. અને અંતે બાળકીને દોરડા વડે મારી નાંખી હતી અને દોડરાથી લટકાવીને જાણે રમતા રમતા બાળકીનું મોત થયું હોય એવું દ્રષ્ય ઉભું કર્યું હતું.

  આ ઘટના કેરળના (kerala) ઇડુક્કી જિલ્લાના વંડીપેરીયાર વિસ્તારમાં બની છે. કેસની સંપૂર્ણ વિગતો જોઈએ વંદિપેરિયારમાં ચાના બગીચામાં એક છ વર્ષની બાળકી એક નાના મકાનમાં પડી હતી. દોરડા સાથે રમતી વખતે દુર્ભાગ્યે દરેકને લાગ્યું કે ગળામાં દોરીનો ટુંપો આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. લોકોને આ સાચું લાગતું હતું કારણ કે આ ઘટના બની ત્યારે બાળકીના માતા-પિતા અને તેના ભાઈઓ હાજર ન્હોતા.

  જોકે જ્યારે બાળકીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે સૌ કોઈ ચોંકી ગયું હતું. પોસ્ટમોર્ટમથી સ્પષ્ટ થઈ ગયું હતું કે કોઈએ બાળકી સાથે નિર્દયતાથી દુષ્કર્મ કર્યું હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સત્યથી ચોંકી ઉઠેલા પોલીસે તારણ કાઢ્યું કે બાળકીનું મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ અથવા આત્મહત્યા નથી. ત્યારબાદ કેસને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી.

  આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

  પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પોરીગિન્ટમાં રહેતા 21 વર્ષીય અર્જુન નામના યુવકે તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ તેની હત્યા પણ કરી નાંખી હતી. અર્જુનને શરૂઆતથી જ પીડિત પરિવાર સાથે સારા સંબંધો ધરાવે છે. અર્જુન વારંવાર તેના ઘરમાં જતો હતો.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  અને ઘરના બાળકો સાથે રમતો હતો. અર્જુન સારો છે એમ માનીને બાળકોના માતા-પિતા અને ભાઈઓ પણ કામ ઉપર જતાં હતાં. આ દરમિયાન અર્જુનના મનમાં વાસનાનો કિડી રળવળ્યો અને એકલી રમતી બાળકીને હવસનો શિકાર બનાવી હતી.


  છેલ્લા બે વર્ષથી અર્જુન બાળકીને આવી રીતે હવસનો શિકાર બનાવતો હતો. કોઈને કહ્યા વગર તે બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી. બાળકીના માતા-પિતા ઘરે આવ્યા ત્યારે બાળકી દોરડામાં લટકેલી મળી હતી. અને પોલીસે આ અંગે પોસ્ટમોર્ટમના આધારે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.
  Published by:ankit patel
  First published: